નવી દિલ્લીઃ સ્કાય ડાઈવિંગ રોચાંચથી ભરપૂર એક શાનદાર એક્ટિવિટી છે. પરંતુ હજારો મીટર ઊંચે ઉડી રહેલા પ્લેનમાંથી પેરાશૂટ સાથે જમ્પ કરવા માટે મજબૂત કલેજુ જોઈએ. આ જ કારણ છે કે, એડવેન્ચર એક્સપ્લોરર જોખમના કારણે સ્કાય ડાઈવિંગથી દૂર રહેવાનું પસંદ કરે છે. પરંતુ જો તમે વિચારતા હોવ કે માત્ર આઉટડોર સ્કાય ડાઈવંગ જ સંભવ છે તો બિલકુલ ખોટી વાત છે. તમે કદાચ ઈન્ડોર સ્કાય ડાઈવિંગ વિશે વિશે પહેલા ક્યારેય સાંભળ્યુ નહીં હોય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ડોર સ્કાય ડાઈવિંગમાં તમે કોઈપણ પ્રકારનાં ખતરા વગર સ્કાય ડાઈવિંગની મજા માણી શકો છો. તેનો રોમાંચ આઉટયડોર સ્કાઈડિંગથી બિલકુલ પણ ઓછો નથી. ભારતમાં ટૂંક સમયમાં જ આ પ્રકારના એડવેન્ચરની શરૂઆત થવાની છે. આ પ્રકારના એડવેન્ચરની શરૂઆત હૈદરાબાદમાં કરવાની વિચારણા ચાલી રહી છે.


ઈન્ડોર સ્કાય ડાઈવિંગમાં રહેલી વર્ટિકલ વિંડ ટનલ્સ હવામાં ઉડતા હોવ તેવો રોમાંચ પેદા કરે છે. આનો અનુભવ પ્લેનમાંથી છલાંગ મારવા જેવા સ્કાય ડાઈવિંગ જેવો જ છે. જોકે, આવી એક્ટિવિટીમાં કોઈ પ્રકારના પેરાશૂટ કે એરક્રાફ્ટની જરૂર નથી. એટલુ જ નહીં ઈન્ડોર સ્કાય ડાઈવિંગ વાતાવરણ અને હવાના કારણે પેદા થતા જોખમોથી પરે છે. સ્કાય ડાઈવિંગના નામથી ધ્રુજતા લોકો સરળતાથી લાભ ઉઠાવી શકે છે.


 




400 કિમી પ્રતિકલાકે તેજ હવામાં સ્કાય ડાઈવિંગ-
ઈન્ડોર એક્ટિવિટીવી આ સુવિધા GravityZip હૈદરાબાદના ગંડિપેટમાં આ મહિનાથી શરૂ થશે. ગર્ભવતી મહિલા અને કોઈ બિમારીનો સામનો કરતા વ્યક્તિ સિવાય તમામ ઉંમરના લોકો માટે ઈન્ડોર સ્કાય ડાઈવિંગને સુરક્ષિત માનવામાં આવે છે. સ્કાય ડાઈવિંગ માટે બનાવવામાં આવેલા વર્ટિકલ વિન્ડ ટનલ્સમાં 200થી 400 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે.


ક્યાં હશે સ્કાય ડાઈવિંગ સ્પોટ?
લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને કોટન, સ્પૈન્ડેક્સ અને નાઈલોનથી બનેલો જમ્પસૂટ, જૂતા, હેલમેટ અને આંખોની સુરક્ષા માટે ગોગલ્સ આપવામાં આવે છે. આ તમામ ચીજવસ્તુઓ પહેર્યા પછી જ એર ટનલમાં પ્રવેશીને સ્કાય ડાઈવિંગની મજા લઈ શકાય છે. આ દરમિયાન ટનલમાં સ્કાય ડાઈવિંગની મજા માણી રહેલા લોકોને યૂરોપથી ટ્રેઈન થઈને આવેલા એક્સપર્ટ મોનિટર કરશે. GravityZipનું આ ઈન્ડોર એડવેન્ચર હૈદરાબાદમાં ચૈતન્ય ભારતી ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી પરિસર પહેલા, ગૂંચા પહાડીઓ પર શરૂ કરાશે.