Unmarried Couples Rights: બોલીવુડમાં એવી ઘણી મૂવીઝ છે, જેમાં કપલને અનેક મુશ્કેલીનો સામનો કરતા દર્શાવવામાં આવ્યા છે. પરંતુ જો મસાન મૂવીની વાત કરીએ તો, તમે જોયુ હશે કે તેમાં દીપક ચૌધરી (વિક્કી કૌશલ) અને દેવી પાઠક (ઋચા ચડ્ઢા) એકબીજાને મળવા માટે હોટેલમાં જાય છે. પરંતુ ત્યાં પોલીસ દરોડા પાડીને બંનેને પકડી લે છે. ત્યારબાદ પોલીસ અનેક પ્રકારનાં નિયમો બનાવીને પરેશાન કરે છે. ઘણીવાર અસલ ઝિંદગીમાં અનમેરિડ કપલને પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થવુ પડે છે. આવી સ્થિતિથી બચવા માટે કેટલાક નિયમોની જાણકારી હોવી જરૂરી છે. આ નિયમો જાણીને તમે સ્માર્ટ બનશો જ, સાથે સરળતાથી તમારા પાર્ટનર સાથે રહી શકશો. એટલા માટે આજે કેટલાક નિયમો જણાવવા જઈ રહ્યા છે. જે દરેક અનમેરિડ કપલને ખ્યાલ હોવા જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1) લિવ-ઈન રિલેશનશીપ (Live-in relationship act):
લગ્ન વગર સાથે રહેવાનું ચલણ સમયની સાથે ઝડપથી વધી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે 2013માં લિવ-ઈન રિલેશન અંગે કહ્યું હતુ કે, છોકરો અને છોકરી, છોકરીની ઉંમર 18 વર્ષ અને છોકરાની ઉંમર 21 વર્ષ કે તેથી વધુ હોય, તેઓ રિલેશનશીપમાં રહી શકે છે.
 લિવ-ઈન રિલેશનશીપમાં બંને પાર્ટનરને મરજીથી શારિરીક સંબંધ બાંધવાની પણ મંજૂરી આપવામાં આવે છે. એક ન્યૂઝ રિપોર્ટના અહેવાલ મુજબ, 15 વર્ષ પહેલા એટલે કે 2006માં સુપ્રીમ કોર્ટે એક કેસમાં ચૂકાદો આપ્યો હતો કે, વયસ્ક થયા બાદ વ્યક્તિ ઈચ્છે તેની સાથે રહી શકે છે અને લગ્ન કરી શકે છે. પરંતુ જેવી રીતે પતિ-પત્નીના તલાખ થવા પર પતિ-પત્નીનો ખર્ચા અને ભત્થા આપે છે, તેવી રીતે લિવ-ઈન રિલેશન ખત્મ થવા પરનો અંતિમ નિર્ણય કોર્ટ લેશે અને દંડાત્મક કાર્યવાહી પણ થઈ શકે.


2) હોટેલમાં રોકાવવાનાં નિયમ (Hotel stay rules):
ઘણીવાર તમે એવા સમાચાર જોયા કે સાંભળ્યા હશે, કે અનમેરિડ કપલ્સને હોટેલમાં નહીં રોકાવા દીધા હોય. પરંતુ ભારતીય કાયદો અનમેરિડ કપલને અધિકાર આપે છે, કે તેઓ સાથે જઈને કોઈપણ હોટેલમાં રોકાઈ શકે છે. આ માટે બંનેએ પોતાના ઓળખ કાર્ડ અને જરૂરી ડોક્યુમેન્ટની કોપી આપવાની રહે છે. ઘણી હોટેલમાં લોકલ IDને માન્ય ગણવામાં નથી આવતા. એટલા માટે હોટેલમાં રોકાતા પહેલા ત્યાંના નિયમો જાણી લો.


3) સાર્વજનિક જગ્યા પર બેસવુ (Rules for sitting in a public place):
જો તમે પરણિત નથી, તેમ છતા તમને સાર્વજનિક જગ્યાઓ પર સાથે બેસવાનોહક છે. IPCની કલમ 294 અંતર્ગત કોઈ સાર્વજનિક જગ્યા પર અશ્લીલ હરકત કરતુ ઝડપાય છે, તો 3 મહિના સુધીની સજા સંભળાવવામાં આવે છે. પરંતુ ઘણીવાર આ કલમનો દૂરુપયોગ થતો જોવા મળે છે. એટલા માટે જાહેર સ્થળ પર અશોભનીય વર્તન કરવાથી બચજો. જો તમે સાર્વજનિક જગ્યા પર બેસીને વાતો કરી રહ્યા છો, તો પોલીસ તમને પકડી નહીં શકે.


4) અપશબ્દ માટેના નિયમ (Rules against abusive language):
જો કોઈ યુગલ આવા સંબંધમાં હોય, જેમાં અપમાનજનક અથવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે. આવી સ્થિતિમાં પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ 2005 મુજબ છોકરીઓ સુરક્ષાની માંગ કરી શકે છે.


5) ફિઝિકલ રિલેશન અંગેના નિયમ (Rules on physical relation):
ભારતનું બંધારણ કલમ 21 દ્વારા ગોપનીયતાનો અધિકાર પ્રદાન કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, યુગલો એકબીજા સાથે પ્રાઈવેટ પ્લેસ પર શારીરિક સંબંધ બનાવી શકે છે. સુપ્રીમ કોર્ટે પણ 2017-2018માં 2 કેસ પર પોતાના નિર્ણયને પુનરાવર્તિત કર્યો હતો.