Marriage: ઘણી સંસ્કૃતિઓના પોતાના રિવાજો છે, જેમાંથી કેટલાક રીત-રિવાજ ખૂબ જ વિચિત્ર છે. આ સ્ટોરીમાં અમે તમને તે દેશની કહાની જણાવીએ છીએ જ્યાં છોકરીનું અપહરણ કરીને લગ્ન કરવાનો ટ્રેન્ડ છે. અહીં આપણે તે દેશનો પણ ઉલ્લેખ કરીશું જેના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ દર ત્રણમાંથી એક છોકરીનું અપહરણ કરીને ત્યાર બાદ તેની સાથે લગ્ન કરવામાં આવે છે. ઇન્ડોનેશિયામાં લગ્ન કરવા માટે છોકરીઓનું અપહરણ કરવામાં આવે છે. વિશ્વનો દરેક ભાગ કેટલીક પ્રાચીન સભ્યતા સાથે સંકળાયેલો છે. તેમની સાથે જોડાયેલી માન્યતાઓ અને પ્રથાઓ હજુ પણ જીવંત છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ડોનેશિયાનો કિસ્સો-
લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે. અલગ-અલગ ધર્મો પ્રમાણે લગ્નના રિતી-રિવાજો હોય છે. પણ શું તમે આ પરંપરા વિશે સાંભળ્યું છે. જેમાં કોઈ છોકરો કોઈ છોકરીને લગ્ન કરવા માટે અપહરણ કરે તો તેની સામે કોઈ ગુનોં નથી નોંધાતો? ઈન્ડોનેશિયાનો એક ટાપૂ છે જ્યાં આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. 'સુંબા' નામના આ ટાપૂ પર જો કોઈ પુરૂષને મહિલા પસંદ આવે તો તે મહિલાનું અપહરણ કરી તેની સાથે લગ્ન કરી શકે છે. 


આ કેવી પરંપરા?
જોકે, આ પ્રથા ખૂબ જ વિવાદીત છે. અહિં લગ્ન માટે દુલ્હનોને કિડનેપ કરવામાં આવે છે. આ પ્રથા પર રોક લગાવવા માટે લાંબા સમયથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લગ્નની આ પ્રથાને 'કાવિન ટાંગકાપ' કહેવામાં આવે છે. આ પ્રથા કેવી રીતે અને ક્યારે શરૂ થઈ તે અંગે ઘણી વાર્તાઓ છે. 


અજબ-ગજબ વિધિઓ-
ગત વર્ષે 2020માં એક ખાનગી ન્યુઝ ચેનલમાં એક મહિલાની સ્ટોરી સામે આવી હતી. જેનું લગ્ન માટે અપહરણ કરવામાં આવ્યું હતું. મહિલા જ્યારે, બચીને તેના પરિવાર સુધી પહોંચી ત્યારે તેના અપહરણની દર્દનાક વાર્તા લોકો સામે આવી.


બીજાની પત્ની ચોરી કરશો, તો જ થશે લગ્ન-
આવી જ એક અજીબો ગરીબ પ્રથા પશ્ચિમ અફ્રિકામાં રહેનારી વોડાબ્બે જનજાતિની છે. જ્યાં લગ્ન માટેની પ્રથા સૌ કોઈને હેરાન કરે તેવી છે. અહિં લગ્ન પહેલાં પુરૂષોએ કોઈ અન્ય વ્યક્તિની પત્નીની ચોરી કરવી પડે છે. આ રીતે લગ્ન કરવા એ જ આ જનજાતિની ઓળખ છે. 


પ્રથા સિવાય પણ થાય છે જબરદસ્તી લગ્ન દુનિયાના એવા પણ ઘણા દેશ છે. જેમાં, છોકરીઓની મર્જી વિરૂધ્ધ લગ્ન કરવામાં આવે છે. આ લિસ્ટમાં પાકિસ્તાન, કિર્ગિસ્તાનનું નામ પણ આવે છે. ન્યુઝ વેબસાઈટ EURASIANET.ORGના એક અહેવાલમાં કિર્ગિસ્તાનમાં પ્રવાસી મહિલાઓ વધુ પ્રમાણમાં અપહરણ બાદ લગ્નનો શિકાર બનતી હોય છે. અહિંના ગ્રામ્ય વિસ્તારોમાં દર ત્રણમાંથી 1 મહિલાના લગ્ન અપહરણથી શરૂ થાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)