વજન ઉપાડવાથી પુરુષોમાં વધે છે સ્પર્મ કાઉન્ટ, રીચર્સમાં થયો ચોંકાવનારો ખુલાસો
Lifting Weights Increases Sperm Count: ભારે કે મધ્યમ સ્તરની શારીરિક મહેનત કરતા પુરુષોની સરખામણીમાં ઓછો પરિશ્રમ કરતા પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન લેવલમાં પણ ફરક હોય છે.
Lifting Weights Increases Sperm Count: હાવર્ડમાં થયેલા એક નવા સંશોધન અનુસાર જે પુરુષ નોકરીમાં નિયમિત રીતે ભારી વસ્તુઓ ઉપાડતા હોય છે અથવા તો ભારી વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની આદત ધરાવે છે તેમનામાં સ્પમની સંખ્યા વધારે હોય છે. આ સંશોધનને પ્રકાશિત પણ કરવામાં આવ્યું છે. આ સંશોધન પ્રજનન ક્ષમતા પર લાઇફ સ્ટાઇલના પ્રભાવને ચકાસવા માટે કરવામાં આવ્યું હતું.
આ સંશોધનમાં ફર્ટિલિટી સેન્ટરમાં ઈલાજ કરાવતા કપલમાંથી 370 પુરુષોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેના પરથી તારણ કાઢવામાં આવ્યું કે વ્યવસાયિક કારણ સ્પર્મ કાઉન્ટ સાથે કેવી રીતે જોડાયેલું છે. જે પુરુષોના સેમ્પલ લેવામાં આવ્યા તેમની પાસેથી તેમના કામ સંબંધિત જાણકારી પણ લેવામાં આવી જેમાં શારીરિક મહેનતનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:
બચીને રહેજો... શરીરના આ 4 અંગોને સૌથી વધુ નુકસાન કરે છે ડાયાબિટીસ
વજન ઘટાડવાથી લઈ રક્ત શુદ્ધ કરવામાં મદદ કરે છે વરિયાળી, જાણો તેના અદ્ભુત ફાયદા વિશે
રોજ 2 લવિંગ ખાવાની રાખો ટેવ, શરીરમાંથી અનેક રોગ થઈ જશે જળમૂળથી દુર
શોધ પછી તારણ સામે આવ્યું કે જે પુરુષોની નોકરી એવી છે જેમાં વજન ઉપાડવું પડે છે અથવા તો અન્ય રીતે વજન ઉપાડતા હોય છે તેમનામાં 46% વધારે સ્પર્મ બીજા પુરુષોની સરખામણીમાં મળ્યા હતા. શોધ કરતા હોય એ પણ તારણ કાઢ્યું કે ભારે કે મધ્યમ સ્તરની શારીરિક મહેનત કરતા પુરુષોની સરખામણીમાં ઓછો પરિશ્રમ કરતા પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન લેવલમાં પણ ફરક હોય છે.
સંશોધનમાં સામે આવ્યું કે જે પુરુષો નાઈટ શિફ્ટ કે રોટેટિંગ શિફ્ટમાં કામ કરે છે તેમનામાં ફક્ત દિવસે કામ કરતાં પુરુષોની સંખ્યામાં 24 ટકા વધુ ટેસ્ટોસ્ટેરોન અને 45 ટકા વધારે એસ્ટ્રોજન હતું. એટલે કે જો પુરુષોએ સ્પર્મની સંખ્યા વધારવી હોય તો હૈવી વજન ઉપાડવાનું શરુ કરવું જોઈએ.