Tips to Get Rid of Lizard : ઘણાં લોકો ઘર કે ઓફિસમાં આવતી ગરોળીઓથી પરેશાન હોય છે. ત્યારે જો તમે પણ આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યાં હોવ તો આ માહિતી તમને ખુબ કામ લાગશે. અહીં સૌથી પહેલાં તમારે એ વાત જાણવી પડશે કે આખરે ગરોળી આવે છે કેમ, પછી તેનો જવાબ જાણીશું કે જો ગરોળી આવે તો તેને કેવી રીતે વિદાય આપવી...જાણો વિગતવાર...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરોળી જ્યારે ઘરમાં આવે ત્યારે આતંક મચાવી દે છે. ગરોળીથી અનેક લોકો ડરતા હોય છે. ઘર કે ઓફિસમાંથી ગરોળીને કેવી રીતે ભગાડવી એ એક મોટો સવાલ છે. કારણકે, તમે ગમે તેટલાં પ્રયાસો કરો પણ થોડી વાર પછી ફરી ગરોળી આવી જ જાય છે. જો તમને પણ આવી સમસ્યા સતાવતી હોય તો જાણો ગરોળી ભગાડવાના 7 સુપર ઉપાય...બે મિનિટમાં ઉભી પૂંછડીએ ભાગી જશે ગરોળી...અને ફરી નહીં દેખાય...


કેવી રીતે ઘરમાંથી ગરોળી ભગાડશો એ જાણવું ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે ગરોળી કોઇ વસ્તુ એટલે ખાવાનું શોધવામાં વધારે ફરતી હોય છે. ઘરમાં કીડા-મકોડા તેમજ મચ્છર હોય તો ગરોળી જલદી આવે છે. ગરોળીઓને ઘરનું તાપમાન પણ આકર્ષિત કરે છે. તો જાણો ઘરમાં જ્યારે ગરોળી આવે ત્યારે કેવી રીતે ભગાડશો.
ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં ગરોળી દેખાતી ન હોય, ખાસ કરીને ઉનાળામાં. તેનાથી છુટકારો મેળવવા માટે લોકો વિવિધ પ્રકારના પ્રયાસો કરે છે. તેમ છતાં તેનાથી છુટકારો મળતો નથી. આવી સ્થિતિમાં એકવાર આ ઉપાયો અજમાવી જુઓ..


શું તમે ગરોળીના ત્રાસને કારણે હેરાન પરેશાન છો? તો હવે તમે અપનાવી શકો છો આ 7 સુપર ઉપાયો....


1) નેપ્થાલિન બોલ (એક પ્રકારની સફેદ ગોળીઓ)-
ગરોળીને ઘરની બહાર ભગાડવા માટે નેપ્થાલિન બોલનો પણ ઉપયોગ કરી શકાય છે. આ માટે ઘરમાં અલગ-અલગ જગ્યાએ નેપ્થાલિન બોલ્સ રાખો. આનાથી પણ તમને ગરોળીથી ઝડપથી છુટકારો મળશે. 


2) મોરનાં પીંછા-
ગરોળીને ભગાડવા માટે તમે ઘરમાં મોરનાં પીંછાં લગાવી શકો છો. આ માટે તમે ઘરની દિવાલો પર ટેપ વડે મોરના પીંછા ચોંટાડો. સાથે જ જ્યાં ગરોળી વધુ દેખાતી હોય તે જગ્યાએ મોરના પીંછા રાખો.


3) ઈંડાના છિલકા-
જો તમે ઈંડા ખાતા હોવ તો તમે ગરોળીને દૂર કરવા ઈંડાના છિલકાનો પણ ઉપયોગ કરી શકો છો.આ માટે ઈંડાના છીલકાને એવી જગ્યાએ રાખો જ્યાં ગરોળી હોય. આનાથી તમને ગરોળીથી છુટકારો મળશે.


4) ડુંગળી-
તમે ગરોળીથી છુટકારો મેળવવા માટે પણ ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. આ માટે ડુંગળીના ટુકડા કરી લો અને તેને ઘરના ખૂણા અને અન્ય જગ્યાએ રાખો. ગરોળી તેની ગંધને કારણે થોડી જ વારમાં ભાગી જશે. 


5) લસણ-
લસણની કળીને છોલીને તેને ઘર, બાથરૂમ, બાલ્કની અને જ્યાં ગરોળી દેખાતી હોય ત્યાં રાખો. ગરોળી તેની ગંધને કારણે થોડી જ વારમાં ઘરથી ભાગી જશે.   


6) ધૂપ-
ઘરના જે ખૂણામાં ગરોળી ભરાઈ રહેતી હોય જો ત્યાં કોઈ પણ પ્રકારનો ધૂપ કરવામાં આવે તો તેની આંખોમાં બળતરા થવાને કારણે પણ ગરોળી ત્યાંથી ભાગી જાય છે. આ એક ફાયદાકારક ઉપાય છે. 


7) કાળી મરી-
બ્લેક પેપર એટલે કે કાળી મરીનો ઉપયોગ ગરોળીને દૂર કરવા માટે પણ કરી શકાય છે. આ માટે કાળા મરીને પીસીને પાવડર બનાવી લો. પછી તેમાં પાણી મિક્સ કરીને સોલ્યુશન તૈયાર કરો અને તેને સ્પ્રે બોટલમાં ભરીને ઘરમાં દરેક જગ્યાએ સ્પ્રે કરો. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)