Anti Aging Drink: 50 વર્ષ પછી પણ નીતા અંબાણીની જેમ સુંદર દેખાવું હોય તો રાત્રે પીવા લાગો આ ખાસ ડ્રિંક
Anti Aging Drink: આ ઉંમરે પણ નીતા અંબાણી ખૂબ જ સુંદર છે. જો તમારે પણ વધતી ઉંમરે નીતા અંબાણીની સ્કીન જેવી સુંદર સ્કીન જાળવી રાખવી હોય તો મોંઘા મોંઘા પ્રોડક્ટ ઉપયોગ કરવો જરૂરી નથી. જો તમે તમારી ડાયટ પર સમયસર ધ્યાન આપવાની શરૂઆત કરી દેશો તો પણ તમારી સ્કિન પર વૃદ્ધત્વની અસર દેખાશે નહીં.
Anti Aging Drink: દરેક સ્ત્રી ઈચ્છે છે કે તે વધતી ઉંમરે પણ સુંદર દેખાય. તેની ત્વચા પર વૃદ્ધત્વની અસર ન દેખાય. આવું ઇચ્છતી યુવતીઓ માટે નીતા અંબાણી પરફેક્ટ ઉદાહરણ છે. આ ઉંમરે પણ નીતા અંબાણી ખૂબ જ સુંદર છે. જો તમારે પણ વધતી ઉંમરે નીતા અંબાણીની સ્કીન જેવી સુંદર સ્કીન જાળવી રાખવી હોય તો મોંઘા મોંઘા પ્રોડક્ટ ઉપયોગ કરવો જરૂરી નથી. જો તમે તમારી ડાયટ પર સમયસર ધ્યાન આપવાની શરૂઆત કરી દેશો તો પણ તમારી સ્કિન પર વૃદ્ધત્વની અસર દેખાશે નહીં. આજે તમને આવા જ એક ખાસ ડ્રિન્ક વિશે જણાવીએ. આ ખાસ ડ્રિન્કને ઘરે બનાવીને રોજ રાત્રે પીવાની શરૂઆત કરી દેશો તો 50 વર્ષની ઉંમર પછી પણ ત્વચા ગ્લોઇંગ અને યુવાન દેખાશે.
આ પણ વાંચો: સ્કીન કેરમાં વધ્યો આ કોરિયન પથ્થર યુઝ કરવાનો ટ્રેંડ, જાણો આ પથ્થરથી થતા લાભ વિશે
જેમ જેમ ઉંમર વધે તેમ ત્વચા પર વધતી ઉંમરની અસરો દેખાય તે સ્વાભાવિક છે. ધીરે ધીરે સ્કીનનો રંગ ડાર્ક થવા લાગે છે અને ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. સ્કીન પર દેખાતી એજીંગની અસરોને દૂર કરવી હોય તો રાતના સમયે આ ખાસ ડ્રિંકનું સેવન કરવાની શરૂઆત કરી દેવી જોઈએ. તો ચાલો તમને જણાવીએ ખાસ જડીબુટ્ટીઓથી બનતા ચમત્કારી ડ્રિન્ક વિશે.
આ પણ વાંચો: Monsoon Insects: સાંજ પડે ને ઘરમાં ઘુસી જાય છે પાંખવાળી જીવાત ? ફોલો કરો આ ટીપ્સ
જો તમે સ્કિન પર નિખાર વધારવા માંગો છો તો અલગ અલગ જડીબુટ્ટીથી તૈયાર થતું આ ડ્રિંક પીવું જોઈએ. આ ડ્રિન્કમાં કેમૌમાઈન, રોજહિપ અને જાસૂદના ફૂલનો ઉપયોગ થાય છે. આ વસ્તુઓ એવી છે જેમાં એવા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે ત્વચાને યુવાન બનાવી રાખે છે. તેનાથી ત્વચાને જરૂરી પોષક તત્વ મળે છે અને ત્વચા પર મોઈશ્ચર જળવાયેલું રહે છે. આજે તમને આ ખાસ ડ્રિંકની રેસિપી જણાવી દઈએ.
કેવી રીતે બનાવવું એન્ટી એજિંગ ડ્રિન્ક ?
આ પણ વાંચો: માથાની ટાલમાં પણ નવા વાળ ઉગવા લાગશે, નારિયેળ તેલમાં મિક્સ કરી વાળમાં લગાડો આ વસ્તુ
એન્ટી એજિંગ ડ્રિન્ક બનાવવા માટે સૌથી પહેલા પાણી ઉકાળો. પાણી ઉકળી જાય પછી કેમૌમાઈન, રોજહિપ કે પછી જાસૂદના ફૂલની ટીબેગ ઉમેરો, ગરમ પાણીમાં ટીબેગને 10 મિનિટ માટે રાખો. જ્યારે બધી જ વસ્તુ બરાબર ઉકળી જાય તો પાણીને ગરણીથી ગાળી લો. થોડી મિનિટ તેને ઠંડુ થવા દો અને પછી તે હૂંફાળું હોય ત્યારે તેને પી લો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)