Ram Kand Mool Benefits: અયોધ્યામાં બની રહેલા શ્રી રામ મંદિરને લઈને સમગ્ર દેશમાં ખુબ ઉત્સાહ અને  હર્ષોલ્લાસનું વાતાવરણ છે. રામલલાની મૂર્તિને ગર્ભગૃહમાં બિરાજમાન પણ કરી દેવાઈ છે. હાલ ચારેબાજુ શ્રદ્ધા અને ભક્તિનો માહોલ છે. આવામાં ભગવાન શ્રી રામ સાથે જોડાયેલી કથાઓ સાંભળવા મળી રહી છે. એક માન્યતા મુજબ ભગવાન શ્રી રામે વનવાસ દરમિયાન 14 વર્ષ સુધી એક ફળનું સેવન કર્યું હતું. આ ફલની ખેતી કરવામાં આવતી નથી. પરંતુ તે આપોઆપ ખેતરો અને જંગલોમાં ઉગી જાય છે. તે જોવામાં તમને ઝાડના થડ જેવું લાગે. આ ફળ ખાવાથી શરીરને ઉર્જા મળે છે અને જલદી ભૂખ લાગતી નથી. તેમાં અનેક પોષક તત્વો રહેલા છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી છે. જાણો આ ફળ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈમ્યુનિટી બુસ્ટ થાય
અહીં જે ફળની વાત કરીએ છીએ તેને રામ કંદમૂળ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં વિટામીન સી, કેલ્શિયમ, અને આયર્ન જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. જે ઈમ્યુનિટીને બુસ્ટ કરવામાં મદદ ક રે છે. તેના સેવનથી અનેક પ્રકારના સંક્રમણ અને સીઝનલ બીમારીઓથી બચાવ થાય છે. શરદી ઉધરસની સમસ્યામાં પણ તેનું સેવન કરવાથી જલદી રાહત મળી શકે છે. 


વજન ઘટાડવામાં મદદગાર
રામ કંદમૂળ ફળમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જે પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખે છે. તેને ખાવાથી વારંવાર ભૂખ લાગતી નથી, જેનાથી તમે ઓવર ઈટિંગથી બચી શકો  છો. આ સાથે જ તે મેટાબોલિઝમને બુસ્ટ કરે છે, જેનાથી ફેટબર્ન કરવામાં સરળતા રહે છે. તેના સેવનથી વજન કંટ્રોલમાં રહે છે. 


સાંધાના દુખાવામાં રાહત
કંદમૂળનું સેવન કરવાથી સાંધાના દુખાવામાં અને આર્થરાઈટિસના દુખાવામાં રાહત મળી શકે છે. હકીકતમાં તેમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણો હોય છે જે સાંધાના દુખાવા અને સોજાથી રાહત અપાવવામાં મદદ કરે છે. 


પાચન તંત્રને મજબૂત  બનાવે
કંદમૂળ ફળનું સેવન પાચન સ્વાસ્થ્ય માટે  ફાયદાકારક ગણાય છે. તેનું સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. તેના નિયમિત સેવનથી કબજિયાત, પેટમાં દુખાવો અને ચૂંક જેવી સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે. 


અસ્થમામાં લાભકારી
ઉધરસ, અસ્થમા, અને બ્રોન્કાઈટિસના દર્દીઓ માટે કંદમૂળ ફળનું સેવન ખુબ ફાયદાકારક મનાય છે. હકીકતમાં તેના મૂળિયામાં એક્સપેક્ટોરેન્ટ અને બ્રોન્કોડાયલેટર  ગુણ હોય છે. તેના સેવનથી ઉધરસ અને શ્વાસ સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓથી રાહત મળી શકે છે. 


કંદમૂળ ફળનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક લાભ મળે છે. જો કે તેનું સેવન હંમેશા મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ. તેને વધુ પડતું ખાવાથી પેટમાં ઝેરનું સ્વરૂપ ધારણ કરી શકે છે. જેનાથી અનેક ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)