Maha Shivratri 2023: હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનું ખુબ મહત્વ છે. મહાશિવરાત્રીનો પર્વ ભગવાન શિવ અને માતા પાર્વતીના મિલનના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રીનો તહેવાર દર વર્ષે મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીનો વિવાહ સંપન્ન થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવું પણ કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગનું ધરતી પર પ્રાગટ્ય થયું હતું. આ દિવસે લોકો ભગવાન ભોલેનાથની પૂરી વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. આ દિવસે વ્રત રાખવાનું પણ વિધાન છે. આ દિવસે શિવભક્તો શિવ મંદિરોમાં ભગવાન શિવની પૂજા આરાધના કરે છે. ભક્તો આખો દિવસ ઉપવાસ કરે છે. મહા શિવરાત્રીએ શું કરવું અને શું ન કરવું એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. 


મહાશિવરાત્રીએ શું કરવું 


- સૌથી પહેલા તો તમારે મનથી નક્કી કરવું જોઈએ કે તમારે મહાશિવરાત્રીના દિવસે આખો દિવસ ઉપવાસ રાખવો છે. 


- ઉપવાસ કરવાનું નક્કી કર્યા બાદ મહાશિવરાત્રીના દિવસ સવારે વહેલા બ્રહ્મમુહૂર્તમાં અથવા તો સૂર્યોદય સમયે ઉઠી જવું જોઈએ. 


- સવારે વહેલા ઉઠ્યા બાદ ફટાફટ સ્નાનક્રિયા પતાવીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. જો શક્ય હોય તો 'ઓમ નમ: શિવાય' નો જાપ કરવો. 


- સાંજે પૂજા કરતા પહેલા પણ ભક્તોએ ફરીથી સ્નાન કરવું જોઈએ. કારણ કે મહાશિવરાત્રીની મુખ્ય પૂજા તો રાત્રે થાય છે. 


Mahashivratri 2023: આ 5 રાશિઓ પર હંમેશા રહે છે મહેદેવની ખાસ કૃપા, આ છે શુભ સંકેત


50વર્ષ પછી મહાશિવરાત્રી પર બની રહ્યો છે અદભૂત સંયોગ, આ 5 રાશિના લોકો બની જશે માલામાલ


આ ત્રણ રાશિઓની શરુ થઈ શનિ સાડાસાતી, 2025 સુધી રહેશે તકલીફો


- મોટાભાગે વ્રતને સૂર્યોદય કે પછી ચતુર્દર્શી તિથી પૂરી થાય તે દરમિયાન ઉપવાસ તોડી શકાય છે. એટલે કે પારણા કરી શકાય છે. 


મહાશિવરાત્રીના દિવસે શું ન કરવું જોઈએ


- આ દિવસે ઘઉ, ચોખા, દાળ વગેરેનું સેવન કરવું જોઈએ નહીં. 


- માંસાહારી ફૂડ, લસણ, ડુંગળી વગેરે પણ ન ખાવું જોઈએ. 


- દારૂનું સેવન કરવાથી પણ બચવું જોઈએ. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube