મામા શકુની શતરંજની રમતના બેતાજ બાદશાહ હતા. એવું કહે છે કે તેમની પાસે જે પાસા હતા તે તેમની વાત માનતા હતા. સવાલ એ છે કે તેમના મૃત્યુ બાદ તેમના પાસાનું શું થયું? આ રહસ્ય અંગે મહાભારતમાં ક્યારેય એવો સ્પષ્ટ ઉલ્લેખ મળ્યો નથી. મામા શકુનીના જાદુઈ પાસા ક્યાં ગાયબ થઈ ગયા?...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શકુનીની વાત માનતા હતા પાસા
દુર્યોધન સાથે મળીને પાંડવોને નુકસાન પહોંચાડવાની કૂટનીતિક ચાલ તેઓ ખુબ રમતા હતા. તેમણે પોતાના આ પાસાના દમ પર પાંડવોને જુગારમાં હરાવ્યા અને પછી દ્રૌપદીનું ચીરહરણ સુદ્ધા કરાવ્યું. એવું કહેવાય છે કે શકુનીના પાસા તેમના ઈશારા સમજતા હતા અને તેમની વાત માનતા હતા. 


પાસાનું રહસ્ય
મામા શકુની પાસે જે પાસા હતા તેના વિશે એવું કહેવાય છે કે તે તેમના પિતાના હાડકાંમાથી બનાવવામાં આવ્યા હતા. તેમને આવું કરવાનો આદેશ તેમના પિતાએ જ આપ્યો હતો. શકુનીના પિતાએ મોત પહેલા તેમને કહ્યું હતું કે મારા મૃત્યુ બાદ મારા હાડકાંમાથી તું પાસા બનાવડાવી લેજે. 


મામા શકુની પાસે જે પાસા હતા તે હંમેશા તેમની વાત માનતા હતા. તેનું કારણ એ જ હતું કે શકુનીના પાસા તેમના મૃત પિતાના કરોડના હાડકાંમાંથી બનેલા હતા અને આ કારણે પાસામાં તેમના પિતાનો આત્મા વસેલો હતો. આથી શકુનીનાના પાસા શકુનાના દરેક ઈશારા પણ સમજતા હતા. 


અર્જૂનની એક મહાભૂલ
શકુનીના મોત બાદ પણ તેમના આ પાસા નષ્ટ  થયા નહીં અને અર્જૂનની ભૂલથી નદીમાં વહાવી દેવામાં આવ્યા. હકીકતમાં શકુનીના મોત બાદ ભગવાન કૃષ્ણએ ભીમ અને અર્જૂનને શકુનીના પાસા નષ્ટ  કરવાનું કહ્યું હતું પરંતુ અર્જૂન કોઈ કારણસર કૃષ્ણની આ વાત યોગ્ય રીતે સાંભળી અને સમજી શક્યો નહીં અને તેણે આ પાસાને એક નદીમાં ફેંકી દીધા. જે અર્જૂનની એક મહાભૂલ હતી. 


જ્યારે ભગવાન કૃષ્ણને આ વાતની જાણ થઈ તો તેમણે અર્જૂનને કહ્યું કે તે મોટો અનર્થ કરી નાખ્યો. જો તે વહેતા પાસા કોઈને હાથ લાગ્યા તો દુનિયામાં જુગારનો અંત ક્યારેય નહીં થાય અને માણસની બરબાદીનું કારણ બનશે. એવું કહેવાય છે કે આ પાસા કોઈ સામાન્ય વ્યક્તિને હાથ લાગ્યા અને ત્યારથી આજ સુધી જુગાર અલગ અલગ સ્વરૂપોમાં સમાજમાં અસ્તિત્વમાં છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)