મુંબઈ : હાલમાં વજન ઉતારવાનો ક્રેઝ લોકોમાં મોટાપાયે જોવા મળે છે. વજન ઓછું કરવા માટે લોકો ડાયેટ અને અનેક પ્રકારની ટ્રીટમેન્ટ પણ કરાવતા હોય છે. જોકે હમણાં જ થયેલા એક અભ્યાસમાં થયેલા ખુલાસામાં એવું જાણવા મળ્યું કે માટી ખાઇને પણ વજન ઘટાડી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયામાં ઉંદર પર એક રિસર્ચ કરવામાં આવ્યું અને તે પ્રમાણે જાણવા માંડ્યું કે આ એક ખાસ પ્રકારની માટી ખાવાથી વજન ઓછું થાય છે. તે લોકોએ ઉંદરને એક ખાસ પ્રકારની માટી અને તેની સાથે દવા ખવડાવી. આ રિસર્ચમાં માહિતી મળી કે દવાઓનું સેવન કરનારા ઉંદર કરતા જે ઉંદરો માટી ખાતા હોય તે ઉંદરનું વજન ઝડપથી ઘટ્યું હતું. આ ઉંદરોને કોઈ નુકસાન નથી પહોંચ્યું. જોકે માણસો પર આ રિસર્ચ સફળ થાય પછી જ તેના વિષે કઈ કહી શકીયે.


રિસર્ચ પ્રમાણે માટીમાં ઘણા બેક્ટેરિયા રહેલા હોય છે. જે આપણા શરીરમાં જે હાનિકારક બેક્ટેરિયા હોય તેને નષ્ટ કરે છે અને સારા બેક્ટેરિયાનું રક્ષણ કરે છે. મોટી ખાવાથી રોગ પ્રતિકારક સિસ્ટમ મજબૂત બને છે અને આપણું શરીર બીમારીઓથી બચે છે. શોધકર્તાઓને રિસર્ચમાં એવી માહિતી મળી છે કે તેનાથી વજન ઓછું થવાની સાથે પેટ પણ સ્વસ્થ અને સારું રહે છે પણ જો વધુ માટી ખાવામાં આવે તો કબજિયાતની પણ તકલીફ થઇ શકે છે.