Cheese Cutlet Recipe: કટલેટએ બટેટા અને અન્ય શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી ટેસ્ટી વાનગી છે. નાના બાળકોથી લઈ મોટા પણ તેને ખૂબ ઉત્સાહથી ખાતા હોય છે. પરંતુ જો વેજ કટલેટ બનાવીને કંટાળી ગયા છો તો આજે તમને ક્રિપ્સી અને ચીઝી કટલેટ બનાવવીની રીત જણાવીએ. ઘરે મહેમાન આવે ત્યારે તમે કટલેટની આ નવી વેરાઈટી તેમને સર્વ કરી શકો છો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જરૂરી સામગ્રી


બટેટા - 200 ગ્રામ
બ્રેડ ક્રમ્સ - 3 થી 4 ચમચી
મોઝેરેલા ચીઝ 50 ગ્રામ
કાળા મરીનો પાવડર 
લીલા મરચાંની પેસ્ટ એક ચમચી
લાલ મરચાંનો પાવડર એક ચમચી
મીઠું સ્વાદ અનુસાર
કોથમીર 
મેંદાનો લોટ - 4થી 5 ચમચી
તેલ તળવા માટે 


ચીઝ કટલેટ બનાવાની રીત


સૌપ્રથમ બટેટાને બાફી તેને છીણી લો અને તેમાં મીઠું, કોથમીર, લીલા મરચાં, લાલ મરચાંનો પાવડર અને બ્રેડ ક્રમ્સ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે એક વાસણમાં મેંદાનો લોટ લો અને તેમાં કાળા મરીનો પાવડર, મીઠું અને થોડું થોડું પાણી ઉમેરી બેટર બનાવો. હવે કટલેટ બનાવવા માટે બટેટાનું થોડું સ્ટફિંગ લો અને તેને તમારી હથેળીમાં સ્પ્રેડ કરો. તેની વચ્ચે છીણેલું મોઝેરેલા ચીઝ મુકો અને તેને બટેટાના સ્ટફીંગથી કવર કરો. આ કટલેટને મનપસંદ આકાર આપો અને પછી તેને મેંદાના બેટરમાં ડીપ કરી બ્રેડ ક્રમ્બ્સથી કવર કરી ગરમ તેલમાં તળો. કટલેટ ક્રિસ્પી થઈ જાય પછી તેને સર્વ કરો.