White Hair Solution: થોડા વર્ષો પહેલા સફેદ વાળ આવવાની શરૂઆત ઉંમર વધે પછી થતી હતી. પરંતુ આજના સમયમાં 20 થી 25 વર્ષની નાની ઉંમરમાં પણ લોકોના વાળ સફેદ થવા લાગે છે. માથામાં જ્યારે સફેદ વાળની સંખ્યા વધી જાય તો ચિંતા પણ વધી જાય છે. કોલેજ જવાની ઉંમરમાં જ્યારે માથામાં સફેદ વાળ દેખાવા લાગે તો યુવક યુવતીઓ કલર કરાવતા થઈ જાય છે. પરંતુ નાની ઉંમરમાં સફેદ થતાં વાળને કાળા કરવા માટે કલર કરવાને બદલે કેટલા ઘરગથ્થુ ઉપચાર કરવા જોઈએ. તેનાથી વાળ કાળા પણ થાય છે અને આડઅસરથી પણ બચી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


તુલસીના પાન નીખારશે ત્વચાની રંગત, આ રીતે કરો ચહેરા પર તેનો ઉપયોગ


જીમમાં ગયા વિના પેટ અને કમરની ચરબી થઈ જશે ગાયબ, બસ આ વસ્તુ ખાવા પર રાખવું જોર


Hair Growth Tips: આ દેશી નુસખા અજમાવશો તો કમર સુધી લાંબા વાળ થઈ જશે 30 જ દિવસમાં...


જો તમને પણ સફેદ થતાં વાળની ચિંતા સતાવતી હોય તો તમે તેને કાળા કરવા માટે દૂધીનો ઉપયોગ કરી શકો છો. દુધી એવું શાક છે જે ઘણા લોકોને ખાવામાં ભાવતું નથી પરંતુ દુધી આયુર્વેદિક ગુણોનો ભંડાર છે. તેને ખાવાથી જેટલા લાભ થાય છે તેટલા જ લાભ તેને માથામાં ઉપયોગમાં લેવાથી પણ થાય છે. તો ચાલો તમને જણાવીએ કે દુધીનો ઉપયોગ વાળને કાળા કરવા માટે કેવી રીતે કરી શકાય.
 


જે લોકોના વાળ નાની ઉંમરમાં સફેદ થવા લાગે છે તેઓ ઘરે દૂધીનું તેલ તૈયાર કરી શકે છે. દુધીનું તેલ તૈયાર કરવા માટે નાળિયેર તેલની જરૂર પડશે અને દુધીની. તેલ તૈયાર કરવા માટે સૌથી પહેલા દૂધીને છાલ સહિત ટુકડા કરી એક અઠવાડિયા સુધી તેને તડકામાં સૂકવી લો. ત્યાર પછી 250 gm નાળિયેરનું તેલ લઈ તેને ગરમ કરવા મુકો. આ તેલમાં દૂધીના ટુકડા પણ ઉમેરો અને તેને ઉકાળો.15 થી 20 મિનિટ સુધી તેલ ઉકાળ્યા પછી તેને ગેસ પરથી ઉતારી ઠંડુ થવા દો. ત્યાર પછી આ તેલને ગાળી અને કાચની બોટલમાં ભરી લો. હવે રાત્રે સુતા પહેલા આ તેલથી વાળમાં માલિશ કરો અને સવારે વાળને શેમ્પુ કરો. તમે નિયમિત આ તેલનો ઉપયોગ કરશો તો તમારા વાળ ધીરે ધીરે સફેદ માંથી કાળા થવા લાગશે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)