Use of Leftover Dal: પ્રોટીનનું સૌથી સારો સ્ત્રોત દાળ હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ કહે છે કે બાળકો અને વયસ્ક લોકોએ રોજ એક વાટકી દાળનું સેવન ભોજન સમયે કરવું જ જોઈએ. દાળનું સેવન કરવાથી શરીરને જરૂરી પ્રોટીન મળી રહે છે. આજ કારણ છે કે દરેકના ઘરમાં દાળ મોટાભાગે બને જ છે. આજે તમને વધેલી દાળમાંથી એક સ્વાદિષ્ટ વાનગી તૈયાર કરવાની રીત જણાવીએ. બપોરના ભોજનમાં જો દાળ વધી હોય તો તેનો ઉપયોગ કરીને તમે ચીલા બનાવી શકો છો. આ ચીલા હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે ઉપયોગમાં આવી શકે છે. વધેલી દાળમાંથી બનેલા આ ચીલા ખાઈને તમારા પરિવારના લોકો પણ આંગણા ચાટતા રહી જશે. આ રેસિપી બનાવવાથી ગૃહિણીઓને બે ફાયદા થશે. એક તો વધેલી દાળને સદ્ઉપયોગ થશે અને બીજું પરિવારના લોકોને નાસ્તામાં હેલ્ધી અને ટેસ્ટી નવી વાનગી ખાવા મળશે. તો ચાલો ફટાફટ જાણી લો કે વધેલી દાળમાંથી ચીલા કેવી રીતે બનાવવા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


લીલી મેથીની સીઝન પુરી થાય તે પહેલા ઘરે બનાવી લો કસૂરી મેથી, આ રીતે બનાવી કરો સ્ટોર


માત્ર 10 રૂપિયાનો થશે ખર્ચો અને વંદાથી મળશે કાયમી મુક્તિ, આ Tips કરશે જાદુ જેવુ કામ


30 દિવસ ફોલો કરો Sugar Free Diet, કોઈપણ પ્રકારની મહેનત વિના આ 5 સમસ્યા થશે દુર


ચીલા બનાવવા માટેની સામગ્રી


એક વાટકી વધેલી દાળ
બે વાટકી ચણાનો લોટ
ઝીણું સમારેલું લીલું મરચું
ઝીણી સમારેલી લીલી ડુંગળી
એક ચમચી જીરૂ
લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર
મીઠું સ્વાદ અનુસાર
આમચૂર પાવડર એક ચપટી


ચીલા બનાવવાની રીત


સૌથી પહેલા એક મોટા વાસણમાં વધેલી દાળ લઈ લેવી. ત્યાર પછી તેમાં ચણાનો લોટ ચાળીને ઉમેરો. દાળમાં લોટને બરાબર મિક્સ કરી દો જેથી તેમાં ગાંઠા ન પડી જાય. ત્યાર પછી આ મિશ્રણમાં ડુંગળી અને લીલું મરચું ઉમેરો. આ મિશ્રણમાં લીલા ધાણા પણ ઉમેરી શકો છો. આ સામગ્રી ઉમેર્યા પછી મિશ્રણ ઘટ્ટ લાગે તો જરૂર અનુસાર પાણી ઉમેરીને ઉપરોક્ત મસાલા ઉમેરી અને બરાબર હલાવવું. એક થવાને ગરમ કરવા મુકો અને પછી તેમાં જિલ્લાનું મિશ્રણ બરાબર રીતે પાથરો. જિલ્લાની બંને તરફ શેકીને ગરમાગરમ સર્વ કરો.