કોઈપણ જાતના વધારાના ખર્ચ વિના 10 મિનિટમાં ઘરે બનાવો નેચરલ હેર ડાઈ
Home made Natural Hair Dye: વધતી ઉંમરે પણ કોઈને વૃદ્ધ દેખાવું ગમતું નથી તેવામાં નાની ઉંમરમાં સફેદ થતા વાળ વૃદ્ધત્વની નિશાની બની જાય છે. સફેદ વાળને છુપાવવા માટે મોટાભાગના લોકો નાની ઉંમરમાં જ કલર કરવાનું શરૂ કરી દે છે. જો તમે પણ સફેદ વાળની સમસ્યાથી પીડિત છો તો તમે સફેદ વાળને કાળા કરવા માટે ઘરે બનાવેલી હેર ડાયનો ઉપયોગ કરી શકો છો.
Home made Natural Hair Dye: ઉંમર પહેલા જ જ્યારે વાળ સફેદ થવા લાગે છે તો તેના કારણે ખૂબ જ પરેશાની થાય છે. સફેદ વાળના કારણે પર્સનાલિટી પર પણ અસર પડે છે. આજના સમયમાં તો કોલેજ જવાની ઉંમરમાં યુવાનોના વાળ સફેદ થવા લાગે છે. વધતી ઉંમરે પણ કોઈને વૃદ્ધ દેખાવું ગમતું નથી તેવામાં નાની ઉંમરમાં સફેદ થતા વાળ વૃદ્ધત્વની નિશાની બની જાય છે. સફેદ વાળને છુપાવવા માટે મોટાભાગના લોકો નાની ઉંમરમાં જ કલર કરવાનું શરૂ કરી દે છે. જો તમે પણ સફેદ વાળની સમસ્યાથી પીડિત છો તો તમે સફેદ વાળને કાળા કરવા માટે ઘરે બનાવેલી હેરડાઈ નો ઉપયોગ કરી શકો છો. આ હેર ડાય ઘરગથ્થુ વસ્તુઓથી બને છે જેના કારણે તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી. તો ચાલો તમને જણાવીએ નેચરલ હેર ડાય બનાવવાની રીત.
આ પણ વાંચો:
Hair Wash Powder: વાળ રહેશે લાંબા અને કાળા.. બસ વાળ ધોવાનું રાખો આ હેર વોશ પાવડરથી
ઘરે બનાવેલું આયુર્વેદિક આમળાનું તેલ લગાવશો તો વાળ થશે મજબૂત, વાળ ખરતાં અટકશે
Stretch Marks: શરીર પર સફેદ સ્ટ્રેચ માર્કસ પડી ગયા છે? તો આ તેલનો ઉપયોગ ફાયદો કરશે
હેર ડાય બનાવવાની સામગ્રી
લીમડાનો પાવડર 1 ચમચી
મહેંદી પાવડર 1 ચમચી
કોફી પાવડર 1 ચમચી
કલોંજી 2 ચમચી
આમળા પાવડર 1 ચમચી
એક ગ્લાસ પાણી
હેર ડાય બનાવવાની રીત
- સૌથી પહેલા લોઢાના વાસણમાં કલોંજીને બરાબર રીતે શેકો. શેકાઈ જાય પછી તેનો પાવડર બનાવી લેવો. ત્યાર પછી લોઢાની કડાઈને ફરીથી ગરમ કરો અને તેમાં એક એક કરીને ઉપર દર્શાવેલી બધી જ વસ્તુઓ ઉમેરતા જાવ. પાણી ઉમેરીને તેને ધીમા તાપે પકાવો.
- બધી જ સામગ્રીને 10 થી 15 મિનિટ સુધી ઉકાળો. ત્યાર પછી તેની એક પેસ્ટ તૈયાર થઈ જશે અને તેને ઠંડી કરીને વાળમાં કલર કરવા માટે ઉપયોગ કરો.
- ઘરે તૈયાર કરેલી આ ડાયને અઠવાડિયામાં એક વખત માથામાં લગાડો. માથામાં લગાડીને 30 મિનિટ સુધી તેને રહેવા દો અને પછી નોર્મલ પાણીથી તેને સાફ કરો. ઘરે બનાવેલી આ હેર ડાય કલર કરવાની સાથે વાળને પોષણ પણ આપે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)