આ રીતે બનાવશો તો ઘરે પણ બનશે એકદમ બહાર જેવી જ ટેસ્ટી ખસ્તા કચોરી
Khasta Kachori Recipe: ખસ્તા કચોરીનું નામ આવતાં જ મોંમા પાણી આવી જાય છે. પરંતુ મોટાભાગે લોકો તેને બહાર ખાવાનું જ પસંદ કરે છે. પરંતુ આજે તમને ઘરે જ બજાર જેવી જ ક્રિસ્પી કચોરી ઘરે બનાવવાની રીત જણાવીએ.
Khasta Kachori Recipe: ભારતમાં અલગ અલગ પ્રકારના નાસ્તા દરેક ઘરમાં ખવાતા હોય છે તેમાંથી કેટલાક તો દુનિયાભરમાં ફેમસ છે. તેવામાં આજે તમને આવી જ એક વર્લ્ડ ફેમસ નાસ્તાની વાનગી ઘરે બનાવવાની રીત જણાવીએ. આ વાનગી છે ખસ્તા કચોરી. ખસ્તા કચોરીનું નામ આવતાં જ મોંમા પાણી આવી જાય છે. પરંતુ મોટાભાગે લોકો તેને બહાર ખાવાનું જ પસંદ કરે છે. પરંતુ આજે તમને ઘરે જ બજાર જેવી જ ક્રિસ્પી કચોરી ઘરે બનાવવાની રીત જણાવીએ.
કચોરીના લોટ માટેની સામગ્રી
મેંદાનો લોટ - 2 કપ
ખાવાનો સોડા - અડધી ચમચી
મીઠું સ્વાદ અનુસાર
તેલ - 5 ચમચી
આ પણ વાંચો:
Heatwave માં પણ શરીર રહેશે સ્વસ્થ અને કૂલ... રસોડામાં રહેલી આ વસ્તુ ખાવાનું કરો શરુ
Khus Sharbat: ઉનાળા માટે બેસ્ટ છે ખસનું શરબત, આ છે ઘરે બનાવવાની એકદમ સરળ રીત
માત્ર 30 મિનિટમાં બનાવો ઉપરથી ક્રિસ્પી અંદરથી ચીઝી Cheese Cutlet
સ્ટફિંગ માટેની સામગ્રી
મગની દાળ - 1/2 કપ
આદુ - એક ઇંચનો ટુકડો
લીલું મરચું - એક
કાજુ - 6 થી 8
કિસમિસ - એક ચમચી
તેલ - 3 ચમચી
હીંગ - એક ચપટી
ધાણા પાવડર - 1 ચમચી
જીરું પાવડર - અડધી ચમચી
લાલ મરચું પાવડર - 1 ચમચી
વરિયાળી પાવડર - 1/4 ચમચી
ખાંડ - 1/2 ચમચી
સ્વાદ પ્રમાણે મીઠું
લીંબુનો રસ - 1 ચમચી
તળવા માટે તેલ
ખસ્તા કચોરી બનાવવાની રીત
સૌથી પહેલા લોટ તૈયાર કરવા માટે બાઉલમાં મેંદાનો લોટ લઈ તેમાં તેલ, મીઠું અને સોડા મિક્સ કરો અને જરૂર અનુસાર પાણી ઉમેરીને નરમ લોટ બાંધી લો. હવે તેને ભીના કપડાથી ઢાંકીને એક બાજુ પર રાખો.
મગની દાળને એક કપ પાણીમાં એક કલાક પલાળી દેવી. એક કલાક પછી દાળને પાણીમાંથી કાઢી અને અધકચરી પીસી લો. ત્યારબાદ આદુ-મરચાંની પેસ્ટ તૈયાર કરો.
હવે એક પેનમાં તેલ ગરમ કરો તેમાં વાટેલી દાળ, આદુ મરચાંની પેસ્ટ, હિંગ, ધાણા પાવડર, જીરું પાવડર, લાલ મરચાં, વરિયાળી, કાજુ અને કિસમિસ ઉમેરો. સામગ્રી કોરી થઈ જાય ત્યાં સુધી તેને સાંતળો. ત્યારબાદ તેમાં ખાંડ, મીઠું અને લીંબુનો રસ ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરીને ગેસ પરથી ઉતારી ઠંડુ થવા દો.
હવે તૈયાર કરેલા લોટમાં બોલ બનાવો. બોલને હાથમાં લઈ નાની પુરી જેવો આકાર આપી તેમાં એક ચમચી સ્ટફીંગ ભરો અને લોટને પેક કરી કચોરીનો શેપ આપો.
બધી જ કચોરી થઈ જાય એટલે ગરમ તેલમાં ધીમા તાપે તેને ગોલ્ડન થાય ત્યાં સુધી તળો. પછી તેને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો.