કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ વિના વાળને લાંબા અને સ્ટ્રેટ કરવા હોય તો વાપરો ઘરે બનાવેલું કોકોનટ વોટર સ્પ્રે
Hair Care Tips: આજે તમને નારિયેળ પાણીથી બનતા હેર સ્પ્રે વિશે જણાવીએ. આ સ્પ્રે ઘરે સરળતાથી બની જાય છે અને તેનો ઉપયોગ કરવાથી વાળને પોષણ મળે છે તેમજ કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ વિના વાળ સ્ટ્રેટ અને લાંબા થઈ શકે છે.
Hair Care Tips: એ વાત તો તમે પણ જાણતા હશો કે નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે લાભકારી છે. નારિયેળ પાણી વિટામિન, મિનરલ્સ, પોટેશિયમ સહિતના પોષકતત્વોથી ભરપુર હોય છે. તેનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે જ પરંતુ તેનાથી વાળને પણ સુંદર બનાવી શકાય છે. નારિયેળ પાણી તમારા વાળ માટે ઉત્તમ સાબિત થઈ શકે છે. આજે તમને નારિયેળ પાણીથી બનતા હેર સ્પ્રે વિશે જણાવીએ. આ સ્પ્રે ઘરે સરળતાથી બની જાય છે અને તેનો ઉપયોગ કરવાથી વાળને પોષણ મળે છે તેમજ કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ વિના વાળ સ્ટ્રેટ અને લાંબા થાય છે. સાથે જ નિસ્તેજ થયેલા વાળમાં શાઈન આવે છે.
હેર સ્પ્રે બનાવવા માટે જરૂરી સામગ્રી
આ પણ વાંચો :
એલોવેરા લાંબા વાળ માટે છે વરદાન, જાણો એલોવેરા લગાવવાની સાચી રીત
Dark Underarms ને કારણે Sleeveless પહેરવામાં આવે છે શરમ? તો આટલું કરો
નારિયેળ પાણી 1/4 કપ
એલોવેરા જ્યુસ 2 ચમચી
જોજોબા ઓઈલ 2 ચમચી
હેર સ્પ્રે કેવી રીતે બનાવવો?
હેર સ્પ્રે બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં નારિયેળ પાણી, એલોવેરા જ્યુસ અને જોજોબા ઓઈલ ઉમેરો. આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તૈયાર મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરીને સ્ટોર કરો. આ હેર સ્પ્રેને તમારા ડ્રાય અને ડલ વાળ પર લગાવવાથી વાળની ડ્રાયનેસની સમસ્યા દૂર થાય છે. ખાસ ધ્યાન એ વાતનું રાખવું કે આ મિશ્રણ બનાવ્યા પછી ત્રણથી ચાર દિવસમાં તેનો ઉપયોગ કરી લેવો અને પછી ફરી નવું મિશ્રણ તૈયાર કરવું.