Malai Benefits: શિયાળામાં પણ ત્વચા સુંદર અને ગ્લોઇંગ દેખાય તેવું શક્ય છે. શિયાળામાં ત્વચા ડ્રાય અને ડલ થઈ જાય છે. જો તમે તમારી સ્કિનને મુલાયમ અને ચમકદાર બનાવી રાખવા માંગો છો તો તેના માટે દૂધની મલાઈ ઉપયોગી સાબિત થઈ શકે છે. શિયાળામાં અલગ અલગ બ્યુટી પ્રોડક્ટ નો ઉપયોગ કરવાને બદલે જો તમે દૂધની મલાઈ ના આ ફેસપેક લગાડશો તો ત્વચાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ગુજરાતની ખરી સુંદરતાને જોવી હોય તો સુરત, અમદાવાદ નહીં દરિયા કાંઠે આવેલી આ જગ્યા જુઓ


આજે તમને મલાઈનો ઉપયોગ કેવી રીતે કરવો અને મલાઈ ત્વચા ને કેવી રીતે ફાયદો કરે છે તે જણાવીએ. ઘરના રસોડામાં રહેલી ત્રણ વસ્તુઓ સાથે મલાઈ મિક્સ કરીને નિયમિત રીતે ચહેરા પર લગાડવાથી ચહેરા પરના ડાઘ ધબા દૂર થાય છે અને ચહેરાની રંગત પણ સુધરે છે. તો ચાલો તમને પણ જણાવી દઈએ મલાઈ વડે ગ્લોઇંગ ત્વચા કેવી રીતે મેળવી શકાય.?


આ પણ વાંચો: વાળમાં ઈંડા કેવી રીતે લગાડવા? આ રીતે લગાડવાથી વાસ નહીં આવે અને હેર પ્રોબ્લેમ થશે દુર


મલાઈ અને હળદર 


ચહેરાને ગ્લોઇંગ બનાવવા માટે મલાઈ અને હળદરનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી ત્વચાની ડલનેસ દૂર થશે અને ડાઘ પણ દૂર થઈ જશે. સાથે જ ત્વચાનો નિખાર વધશે. તેના માટે બે ચમચી દૂધની મલાઈમાં એક ચપટી હળદર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા પર લગાવો અને પાંચ મિનિટ માટે હળવા હાથે મસાજ કરો. દસ મિનિટ પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરી લેવો. 


આ પણ વાંચો: 5 ઘરેલુ ઉપાયથી 7 દિવસમાં ફાટેલી એડીની તકલીફ થશે દૂર, આખો શિયાળો નહીં ફાટે એડી


મલાઈ અને મધ 


ત્વચાને હાઇડ્રેટ કરવી હોય તો મલાઈ સાથે મધનો ઉપયોગ કરવો. મલાઈ અને મધ સાથે લગાડવાથી ત્વચાને મોઈશ્ચર મળે છે અને ડેડ સ્કિન પણ દૂર થઈ જાય છે. તેના માટે એક ચમચી મલાઈમાં એક ચમચી મધ મિક્સ કરો. આ મિશ્રણને સારી રીતે હલાવી ચહેરા પર લગાવો અને 15 મિનિટ માટે લગાવી રાખો. ત્યાર પછી હળવા હાથે મસાજ કરીને હુંફાળા પાણીથી ચહેરો સાફ કરવો. 


આ પણ વાંચો: Hair Regrowth: આ 5 કામ કરવાથી ટાલમાં પણ ઉગી શકે છે વાળ, ઝડપથી લાંબા થવા લાગે છે વાળ


મલાઈ અને ચણાનો લોટ 


ત્વચાની સુંદરતા વધારવા માટે મલાઈ અને ચણાનો લોટ ઉપયોગી છે. એક ચમચી મલાઈમાં એક ચમચી ચણાનો લોટ મિક્સ કરીને મિશ્રણ બનાવો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો. જ્યારે પેસ્ટ સુકાઈ જાય પછી પાણીથી ચહેરાને સાફ કરી લો. આ ફેસપેક ને અઠવાડિયામાં બેથી ત્રણ વખત લગાવવાથી ત્વચા ગ્લોઇંગ અને બે દાગ બની જશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)