નવી દિલ્લીઃ સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશના ગોંડાની આ ઘટના ચર્ચાનો વિષય બન્યુ છે. જ્યાં કથિતરૂપે એક યુવકે વરસાદ ન થતાં કંટાળીને ઈન્દ્રદેવ વિરૂદ્ધ જ ફરિયાદ નોંધાવી દીધી છે. હાલ આ ફરિયાદ પત્ર સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે અને લોકો પણ મજા લઈ રહ્યા છે. જોકે, સમગ્ર ઘટના પ્રકાશમાં આવતાં તહસીલદાર નરસિંહ નારાયણ વર્માએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ફરી રહેલો પત્ર ખોટો છે. ફરિયાદ પત્ર પર તેમની સહી પણ નથી. આ ફોટોને લઈ ફરિયાદ કરનાર વ્યક્તિ સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સમગ્ર ઘટના?
રિપોર્ટ અનુસાર, શનિવારે કરનૈલગંજ તહસીલમાં 'સંપૂર્ણ સમાધાન દિવસ 2022'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૌડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ઝાલા ગામના રહેવાસી સુમિત કુમાર પણ પોતાની ફરિયાદ લઈને પહોંચ્યા હતા. તેમણે સુનાવણી અધિકારીઓને અરજી આપી હતી. અરજી જોઈને અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે સુમિતે ઇન્દ્રદેવતા વિરુદ્ધ વરસાદ ન પડવા બદલ ફરિયાદ અરજી આપી હતી.


આ અરજીમાં ફરીયાદીએ વરસાદ ન થવો અને અને દુષ્કાળ અંગે લખ્યું છે. તેણે આગળ લખ્યું છે કે છેલ્લા ઘણા મહિનાઓથી વરસાદ નથી પડ્યો, જેના કારણે લોકો પરેશાન છે. લોકો ગરમીથી ત્રસ્ત છે. તેથી હું તમને વિનંતી કરું છું કે સાહેબ જરૂરી કાર્યવાહી કરો. તહસીલદાર કરનૈલગંજે સુમિત કુમારનો ફરિયાદ પત્ર કાર્યવાહી માટે મોકલી આપ્યો છે.


આ ફરિયાદ પત્ર વાયરલ થયા બાદ લોકોએ ખૂબ જ રમુજી ટિપ્પણી કરી હતી. જો કે, કેટલાકે તેને ગંભીરતાથી લઈને વ્યક્તિ સામે પગલાં લેવાની પણ માંગ કરી હતી. એક યુઝરે લખ્યું- ફરિયાદ તો ઠીક છે પરંતુ ઈન્દ્રદેવને પકડવા જશે કોણ?. તો બીજા યુઝરે લખ્યુ કે- અને જો કોઈ ઈન્દ્રદેવ પાસે જશે તો પરત કઈ રીતે આવશે.