ઝી બ્યૂરો, અમદાવાદઃ ઉનાળાની કાતિલ ગરમીની શરૂઆત સાથે જ લોકો પોતાની જાતને ગરમ હવા કે જેને લૂ કહેવાય છે. તેનાથી બચવાની તૈયારીઓમાં જોડાઈ જાય છે. તેના માટે ખાવાના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવે છે. ડાઈટમાં કાચી કેરી, ડુંગળી, લસણ, ફૂદીનો વગેરે વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે. કેટલાંક લોકોને કાચી કેરીની ચટણી (Raw Mango Chutney) ખૂબ પસંદ હોય છે. કેટલીક જગ્યાએ કાચી કેરીની ચટણીને અમિયા પણ કહેવામાં આવે છે. તમે પણ જાણી લો કાચી કેરીની ચટણી કેવી રીતે બનાવી શકાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરમીમાં ફાયદાકારક છે કાચી કેરીની ચટણી:
કાચી કેરીની ચટણીને અનેક રીતે બનાવી શકાય છે. કોઈ તેને ડુંગળી સાથે બનાવે છે. કોઈ ફૂદીના અને લસણની સાથે તો કોઈ મીઠા લીંબડાના પત્તાની સાથે બનાવે છે. જોકે આ તમામ પોતાના સ્વાદ પર આધારિત હોય છે. અનેક લોકો ખાટી ચટણી બનાવે છે, તો કેટલાંક ગળી અને કેટલાંક એકદમ તીખી. બપોરે દાળ-ભાત, પાપડ અને દહીંની સાથે કાચી કેરીની ચટણીનો સ્વાદ લાજવાબ હોય છે. જાણો તેને કેવી રીતે બનાવવામાં આવે છે.


કાચી કેરીની ચટણીની સામગ્રી:
1. મધ્યમ આકારની કાચી કેરી


2. નાની કાપેલી ડુંગળી


3. લીલું મરચું


4. ધાણાના પત્તા જરૂરિયાત પ્રમાણે


5. સ્વાદ અનુસાર મીઠું


6. 1/4 ચમચી લાલ મરચું


કાચી કેરીની ચટણીની રેસિપી:
1. કાચી કેરી અને ડુંગળીને છોલીને સુધારી નાંખો.


2. બ્લેન્ડર જારમાં બધી સામગ્રી નાંખો અને સારી રીતે બ્લેન્ડ કરો.


3. કાચી કેરી અને ડુંગળીની ચટણી તૈયાર છે.


4. રોટલી, પરોઠા કે ભાતની સાથે તેને પીરસો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube