mango man of India : આંબાના એક ઝાડ પર સામાન્ય રીતે એક પ્રકારની કેરી આવતી હોય, યુપીનાં મલિહાબાદામાં એક એવો આંબો છે, જેના પર 300થી વધુ પ્રકારની કેરી આવે છે. દુનિયામાં આ પ્રકારનો આ એકમાત્ર આંબો છે. આંબા પર પાકતી તમામ કેરીના રંગ, રૂપ આકાર અને સ્વાદ અલગ અલગ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આંબાના માલિક છે મલિહાબાદનાં રહેવાસી હાજી કલીમ ઉલ્લાહ ખાન. 83 વર્ષનાં કલીમ ઉલ્લાહ ખાનને આ અવિશ્વસનીય કામગીરી બદલ વર્ષ 2008માં તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે પદ્મશ્રીથી સમ્માનિત પણ કર્યા હતા. સાતમા ધોરણ સુધીનો જ અભ્યાસ કરનાર કલીમ ઉલ્લાહ ખાનનું મન અભ્યાસમાં ન લાગતાં પિતા સાથે નર્સરીમાં કામ કરવા લાગ્યા. 17 વર્ષની ઉંમરે તેમણે પહેલી વાર ગ્રાફ્ટિંગ વડે એક એવું ઝાડ ઉગાડ્યું, જેના પર 7  પ્રકારની કેરી આવતી હતી. જો કે વધુ વરસાદને કારણે આ ઝાડ બગડી ગયું. ત્યારબાદ તેમણે 1987માં ફરી આવા વૃક્ષ પર કામ કર્યું, જેમાં તેમને સફળતા મળી. આંબાના આ ઝાડ પર છેલ્લા કટલાક વર્ષોથી 300થી વધુ પ્રકારની કેરી પાકે છે. આ ઝાડનું રહસ્ય જાણવા જાપાનની ટીમ પણ આવી ચૂકી છે.  


શું છે સાટા પદ્ધતિથી થતા લગ્ન, જેને કારણે કિંજલ દવેની 5 વર્ષની સગાઈ તૂટી


પહેલી વાર 13 પ્રકારની કેરી આવી હતી
હાજી કલીમ ઉલ્લાહ ખાનનું માનીએ તો પહેલી વાર આ ઝાડ પર 13 પ્રકારની કેરી ઉગી હતી. તેની ચર્ચા દુનિયાભરમાં થઈ હતી. અમેરિકાની ટીમે પણ આ માટે ખાનનો સંપર્ક કર્યો હતો.


[[{"fid":"432012","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"mango_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"mango_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"mango_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"mango_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"mango_zee.jpg","title":"mango_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


આંબાની કેરી વેચવામાં નથી આવતી
હાજી કલીમ ઉલ્લાહ ખાન મેંગો મેન તરીકે જાણીતા છે. તેમનાં ચમત્કારિક આંબા પર અનેક કિલો કેરી ઉગે છે, જેને તેઓ વેચવાની જગ્યાએ લોકોમાં વહેંચી દે છે. તેઓ કેરીનો વેપાર નથી કરતા. 


હાજી કલીમ ઉલ્લાહ ખાનને પોતાના આ અનોખા આંબા પર ઘણો વિશ્વાસ છે. તેઓ તેને કેરીની કોલેજ માને છે, જેના પર અભ્યાસ કરવાની જરૂર છે. જો અભ્યાસ કરવામાં આવે તો એઈડ્સ અને કેન્સર જેવી બીમારીઓની સારવાર પણ આ ઝાડ પર ઉગતી કેરીમાંથી મળી શકે છે.


હવસનો ભૂખ્યો નીકળ્યો સગો બાપ, આ કિસ્સો સાંભળી કાનમાંથી કીડા ખરી પડશે