Honeymoon Destination: લગ્ન બાદ હનીમૂન પર ફરવા જવાનો ટ્રેન્ડ઼ હવે ખુબ પ્રચલિત બની ગયો છે. હવે આપણે ત્યાં લગ્નના 6-8 મહિના પહેલાંથી જ કપલ્સ હનીમૂન માટેનું પ્લાનિંગ કરીને રાખતા હોય છે. એટલું જ નહીં એના માટે ટુર અને ટ્રાવેલ્સવાળા અવનવી સ્કીમોવાળા પેકેજ પણ આપે છે. કેટલાંકને વિદેશનો મોહ હોય છે. પણ જો તમે સાવ સસ્તામાં અને શાનદાર રીતે તમારું હનીમૂન એન્જોય કરવા માંગતા હોવ તો ભારતના આ 10 સ્થળો સ્વિત્ઝરલેન્ડ કરતા જરાય કમ નથી. અહીં તમને ફૂડથી લઈને તમામ ફેસેલીટી સરસ મળશે. એટલી મોજ પડી જશે કે પાર્ટીનર ઘરે જવાનું નામ જ નહીં લે. જો તમે પણ લગ્ન બાદ ક્યાં ફરવા જવું તેની અવઢવમાં હોવ તો અમે તમારા માટે લઈને આવ્યાં છીએ હનીમૂન માટે ટોપ 10 ઈન્ડિયન પ્લેસ. જશો તો મોજ પડી જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1) કશ્મીર:
તમે કશ્મીરમાં શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ, દ્રાસમાં ફરી શકો છો. આ તમામ જગ્યાઓ ખૂબ જ સુંદર છે. શ્રીનગરમાં ડલ તળાવની મુલાકાત લઈ શકો છો.


2) લક્ષદ્વીપ:
લક્ષદ્વીપ ભારતનું એક ખુબ જ સુંદર કેન્દ્રશાસિત પ્રદેશ છે. ભારતની મુખ્ય ધરતીથી લગભગ 300 કિમી દૂર અબર સાગરમાં તે સ્થિત છે. લક્ષદ્વીપ ભારતનો સૌથી નાન કેન્દ્રશાસિત પ્રદેશ હોવાની સાથે સાથે આકર્ષક પર્યટન સ્થળ પણ છે. જેને જોઈને દેશી અને વિદેશી લોકો ખેંચાઈ આવે છે. હનીમૂન માટે તે એકદમ પરફેક્ટ ડેસ્ટીનેશન છે. લક્ષદ્વીપની ફરવા લાયક જગ્યાઓ વિશે જાણીએ. 


3) હિમાચલ:
તમે શિમલા અને મનાલી જઈ શકો છો. બંને જગ્યાઓ ખૂબ જ સુંદર છે. પરંતુ, જો તમે ભીડથી દૂર અને કંઈક નવું શોધવા માંગતા હો, તો તમે સ્પિતિ વેલી જઈ શકો છો.


4) અંદામાન:
વાત હનીમૂનની હોય કે પછી પાર્ટનર સાથે હેંગઆઉટની, અંદામાન ટોપ લિસ્ટમાં શામેલ છે. અહીં સૌથી રોમાન્ટિક અને સુંદર બીચ ડેસ્ટિનેશન છે. એશિયાના બેસ્ટ બીચોમાં શામેલ અંદામાનના બીચો તમારું મન મોહી લેશે. અહીંની સુંદરતમાં તમને અને તમારા પાર્ટનરને શાંતિ મળશે. અહીં પાર્ટનર સાથે બીચ પર કેન્ડલ લાઈટ ડિનર કરી શકો છો, આથમતા સૂરજની મજા લઈ શકો છો. આવી જ ઘણી બધી વસ્તુઓ છે, જેને પાર્ટનર સાથે એન્જોય કરી શકો છો.


5) ગોવા:
ગોવા તેના સુંદર દરિયાકિનારા, ભવ્ય હવામાન, કાજુની માદક ફેની અને અદ્ભુત નાઇટલાઇફ માટે જાણીતું છે. ગોવામાં ઘણા સુંદર અને અદભૂત બીચ છે, જેમ કે કેલાંગુટ બીચ, બાગા બીચ, અંજુના બીચ, બાગેટર બીચ, પાલોલેમ બીચ, સિંકેરિયન બીચ અને મીરામાર બીચ. આ બીચ પર તમે ફરવાનો અદ્ભુત આનંદ ઉઠાવી શકો છો.


6) કેરળ:
કેરળ દેશનું એક એવું રાજ્ય છે જેની દરેક ભારતીયએ ઓછામાં ઓછી એક વખત મુલાકાત લેવી જ જોઈએ. અહીં તમને ઘણી રાહત મળશે.


7) જેસલમેર:
શિયાળાના મહિનામાં રાજસ્થાન ફરવાની એક અલગ જ મજા છે. વાત જ્યારે ડિસેમ્બરમાં હનીમૂનની હોય તો જેસલમેર કપલ્સ માટે ખૂબ હોટ ડેસ્ટિનેશન છે. અહીંનું રણ તમને પાર્ટનર સાથે એક્સપ્લોર કરવાની અલગ જ મજા આવશે. અહીં તમને કેમ્પિંગ માટે બેસ્ટ એક્સપીરિયન્સ મળી શકે છે. લગ્નમાં વધારે ખર્ચ થઈ જાય તો બજેટમાં તમે આ ટ્રિપને પૂરી કરી શકો છો.


8) વાયનાડ:
વાયનાડ તમે હનીમૂન સેલિબ્રેશન માટે કેરળ જઈ શકો છો. કેરળ તેની પ્રાકૃતિક સુંદરતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેને હનીમૂન, બેબીમૂન, પ્રીવેડિંગ ડેસ્ટિનેશન પણ કહેવામાં આવે છે. આ માટે તમે વાયનાડ પસંદ કરી શકો છો. આ સુંદર પર્યટન સ્થળ દુનિયાભરમાં પ્રખ્યાત છે.


9) દાર્જિલિંગ:
દાર્જિલિંગને હીલ્સની રાણી તરીકે ઓળખવામાં આવે છે. આ હીલ સ્ટેશનની ખાસ વાત એ છે કે અહીં દૂર દૂર ચાના બગીચા છે. આ સાથે દાર્જિલિંગ મસાલા માટે પણ ખૂબ પ્રખ્યાત છે. અહીં તમને સુંદર પહાડો, ધોધ વગેરે જોવા મળશે.


10) હમ્પી:
હમ્પી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. હમ્પીની મુલાકાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. તમે તમારા પાર્ટનર સાથે હનીમૂનસેલિબ્રેશન માટે હમ્પી જઈ શકો છો. ખાસ કરીને હમ્પીમાં માર્ચ મહિનો ખાસ હોય છે. આ મહિનામાં હમ્પીમાં હવામાન ખૂબ જ ખુશનુમા હોયછે.