COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી દિલ્હીઃ હાલમાં જ દિલ્લી સરકારના નવા નિયમોના કારણે મસાજ પાર્લર સમાચારમાં છે. મસાજ પાર્લર અને મસાજને લઈને લોકોના મનમાં અલગ અલગ પ્રકારના ભ્રમ હોય છે. એવામાં અમે તમને જણાવીશું કે આખરે મસાજમાં શું હોય છે અને મસાજ શું હોય છે. મસાજ શરીર માટે ઘણું ફાયદાકારક હોય છે. જો કોઈ એક્સપર્ટની દેખરેખમાં તે કરવામાં આવે તો ઘણું ઉપયોગી સાબિત થાય છે. તેનાથી સ્નાયુઓ સાથે જોડાયેલ અનેક મુશ્કેલી દૂર થાય છે. તો  આવો જાણીએ મસાજ શું છે અને કેટલા પ્રકારની મસાજ હોય છે. જેના માધ્યમથી તમારા સ્નાયુઓને આરામ મળે છે.

શું હોય છે મસાજ:
મસાજ જેને દેશી ભાષામાં માલિશ કહેવામાં આવે છે. તે શરીર માટે ઘણું ફાયદાકારક હોય છે. જોકે મસાજ શરીરના સ્નાયુઓ અને નરમ ટિશ્યૂને હાથથી આરામ આપવામાં આવે છે. તેના અલગ-અલગ પ્રકાર અને ટેકનિક હોય છે. તેનાથી તમારા સ્નાયુઓને દર્દમાંથી આરામ મળે છે. અને શરીરમાં લોહીનું પરિભ્રમણ વગેરે સારું થાય છે. સાતે જ તે તમારી સ્કિન માટે પણ ઘણું ફાયદાકારક છે.

કેટલા પ્રકારની હોય છે મસાજ:
મસાજ અનેક પ્રકારની હોય છે અને દરેક પાર્લર પોતાની ખાસ મસાજ થેરાપી પણ રાખે છે. તેમાં અલગ-અલગ પ્રકારનો ઉપયોગ થાય છે. એક મસાજ તો માત્ર હાથથી જ થાય છે. જ્યારે એક મસાજમાં કોઈ બીજા પ્રોપ્સ એટલે સામાનનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે પથ્થર વગેરે. તમે ગ્રામીણ પરિવેશમાં જોયું હશે કે અનેક લોકો પોતાના હાથ પગ દબાવે છે કે તેલ વગેરેથી માલિશ કરાવે છે. તે પણ એક મસાજનો પ્રકાર છે. જોકે હવે તેમાં અનેક એક્સપર્ટ હોય છે. જે અલગ-અલગ ટેકનિકથી મસાજ કરે છે અને તમારા સ્નાયુઓને આરામ આપે છે. જાણો કેટલાં પ્રકારના મસાજ હોય છે.

સ્વિડીશ મસાજ:
આ મસાજ આરામનું એક બીજું રૂપ છે. જ્યારે પણ તમે મસાજ વિશે વિચારો છો તે જ કરાવે છે. તેમાં ઉંધા સૂઈને હાથથી સ્નાયુઓને આરામ આપવામાં આવે છે. તેનાથી સ્નાયુઓનો સ્ટ્રેસ ઓછો થાય છે અને તમને આરામ મળે છે. જે લોકો પહેલીવાર મસાજ કરાવી રહ્યા છે, તેમના માટે આ સૌથી પ્રારંભિક મસાજ છે જે તમને આરામ આપે છે.

ડીપ ટિશ્યૂ સમાજ:
આ મસાજ દ્વારા મસલ્સના ડીપ લેયર નેક આરામ આપવા માટે કરવામાં આવે છે. તેમાં થોડા પ્રેશરની સાથે તમારા સ્નાયુઓને આરામ આપવામાં આવે છે. તેનાથી અનેક પ્રકારના દર્દ વગેરેમાંથી છૂટકારો મળે છે.

હોટ સ્ટોન:
આ થેરેપીમાં તમારા શરીર પર પથ્થર રાખવામાં આવે છે. જે હળવા ગરમ હોય છે. આ એક એક્સપર્ટ દ્વારા કરવામાં આવતી મસાજ છે. તેનાથી તમારા બ્લડ ફ્લોને યોગ્ય કરવામાં મદદ મળે છે.

સ્પોર્ટ્સ મસાજ:
સ્પોર્ટ્સ મસાજમાં માત્ર સ્નાયુઓને આરામ આપવા ઉપરાંત અનેક મૂવમેન્ટ્સ પણ કરવામાં આવે છે. જે એક્સરસાઈઝની જેમ હોય છે. તેનાથી દર્દમાં ઘણો આરામ મળે છે. જો તમે સતત  એક્સરસાઈઝ કે વર્કઆઉટ સતત કરે છે તો આ મસાજથી ઘણો આરામ મળે છે.

Shiatsu મસાજ:
આ જાપાની સ્ટાઈલની મસાજ છે. તેમાં અલગ પ્રકારે ઘૂંટણ, પગ, કોણી, જોઈન્ટ્સ વગેરેને આરામ આપવામાં આવે છે. તેમાં ઓક્સીટિસેનનું પ્રોડક્શન થાય છે. અને સ્ટ્રેસ ઓછો થાય છે.

ટ્રિગર પોઈન્ટ મસાજ:
ટ્રિગર પોઈન્ટ મસાજમાં પણ સ્નાયુઓના ડીપ ટિશ્યૂઓને ટારગેટ કરવામાં આવે છે. આ કોઈ સ્પેસિફિક બોડી પાર્ટ્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. અને સ્પેસિફિક દર્દને ઓછું કરવા માટે કરવામાં આવે છે.

Prenatal મસાજ:
આ મસાજ ગર્ભવતી મહિલાઓ માટે હોય છે. જેનાથી પ્રેગનન્સી દર્દ વગેરેને ઓછું કરી શકાય છે. તેનાથી ગર્ભવતી મહિલાઓને ડિપ્રેશન, તણાવ વગેરેમાંથી રાહત મળે છે. આ સિવાય બીજી અનેક પ્રકારની મસાજ હોય છે જેને અલગ-અલગ એક્સપર્ટ અલગ રોગ માટે ઉપયોગ કરે છે.