નવી દિલ્હીઃ વાત જ્યારે પર્સનલ ગ્રૂમિંગની થતી હોય ત્યારે મોટાભાગે તેને મહિલાઓ સાથે જોડીને જ જોવામાં આવે છે. જો કે, પુરુષો માટે પણ તેની અહેમિયત એટલી જ છે જેટલી મહિલાઓ માટે હોય છે. છેલ્લા થોડા વર્ષોથી માર્કેટમાં મેન્સ ગ્રૂમિંગ પ્રોડક્ટ્સની ભરમાળ જોવા મળી રહી છે. જે લોકોને હાઈજેનિક અને સ્ટાઈલિશ રહેવામાં મદદ કરે છે. ત્યારે તમે પણ એકદમ કૂલ દેખાવા માગો છે તો આઉટફિટ્સ ડિસાઈડ કરતા સમયે આ વાતનું ખાસ ધ્યાન રાખો. જેનાથી દિવાળીના દિવસે દરેક લોકો તમનો નોટિસ કરે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરફ્યૂમ ચોક્કસ યૂઝ કરો-
સુગંધનું આપણી જીવનમાં ખુબ જ મહત્વ હોય છે. જો તમારી પાસેથી સારી સ્મેલ આવે છે તો મૂડ પર પણ તેની પોઝિટિવ અસર થાય છે. સાથે જ આ સારી સુગંધ તમારી પર્સનાલિટીને નિખારવા માટે પણ કામ કરે છે. 


બિયર્ડ ઓયલ-
આજકાલ દાઢી રાખવાનો ટ્રેન્ડ વધી ગયો છે. અમુક લોકોની દાઢી પહેલીથ જ વધારે અને ઘાટી હોય છે. જ્યારે અમુક લોકોના વાળનો ગ્રોથ ન હોવાથી તેઓ પરેશાન હોય છે. ત્યારે આવી સ્થિતિમાં બિયર્ડ ઓયલનો ઉપયોગ કરવાથી તમારી દાઢીનો ગ્રોથ વધી શકે છે. સાથે જ આ ઓયલ દાઢીને હેલ્દી, નરિશ્ડ અને વેલ-ગ્રૂમ્ડ રાખે છે. 


ફેસવોશ-
આમ તો આપણે બોડીના દરેક ભાગની પ્રોપર કેર કરવી જોઈએ. પણ તેમાં ચહેરો સૌથી મહત્વનો ગણાઈ છે. કેમ કે, દરેક લોકોની પહેલી નજર ચહેરા પર પડે છે. ક્રીમ વગેરે લગાવતા પહેલાં પણ ચહેરાને સારી રીતે સાફ કરવો ખુબ જ જરૂરી છે. જેના માટે ફેસવોશનો ઉપયોગ કરો. કેમ કે, તેનાથી એક્સ્ટ્રા ઓયલ પણ નીકળી જાય છે. 


હેયર વેક્સ-
શોર્ટ અને મીડિયમ લેન્થના વાળને ફીક્સ કરવા માટે હેયર વેક્સનો ઉપયોગ કરવો જોઈએ. નોન-ગ્રીસી હેયર વેક્સ વાળને હટાવવા માટે સરળ ઉપાય છે. તેના માટે તમારે શેમ્પૂ વાપરવાની જરૂર નથી પડતી.