Mental Health Care Tips: ઘણીવાર સતત કામ કરવાથી અથવા સતત કોઈને કોઈ વાતના કારણે સ્ટ્રેસ કે ચિંતામાં રહેવાને કારણે માણસનું મગજ થાકી જતું હોય છે. માણસના શરીરની સાથો-સાથ તેના મનને પણ થાક લાગે છે. શું તમને પણ લાંબા સમય સુધી થાક અનુભવાય છે? શરીરની સાથો-સાથ મગજને પણ થાક લાગ્યો હોય એવું લાગે છે? કંઈજ ગમતું નથી બસ બેડમાં પડી રહેવાનું મન થાય છે? ચિંતા ના કરશો તમારી સમસ્યાઓનું સમાધાન તમને અહીં મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું તમને લાંબા સમયથી તણાવનો અનુભવ થાય છે? જો હામ તો આ માનસિક થાકનો સંકેત હોઈ શકે છે. આજકાલના દોડભાગ ભર્યા જીવનમાં માનસિક થાક અનુભવવો સામાન્ય બાબત છે. વ્યસ્ત જીવશૈલીમાં આપણે એકસાથે ઘણાં કામ પૂરાં કરવાનો પ્રયત્ન કરીએ છીએ. લાંબા સમયથી કામ અને તણાવના કારણે આપણું શરીર અને મગજ બંને થાકી જાય છે. મોટાભાગના લોકો માનસિક થાકને અવગણે છે. તો હવે સવાલ એ છે કે, આ માનસિક થાકને દૂર કેવી રીતે કરવો જોઈએ? આજે આ લેખમાં અમે તમને જણાવી રહ્યા છીએ માનસિક થાકને દૂર કરવાના ઉપાય.


પૂરતી ઊંઘ-
માનસિક થાક ઓછો કરવા માટે નિયમિત પૂરતા પ્રમાણામાં અને સારી ઊંઘ લેવી ખૂબજ જરૂરી છે. ઊંઘ પૂરી ન થવાના કારણે માનસિક થાક વધી શકે છે. આ સમસ્યાથી બચવા માટે રોજ ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ લેવી જ જોઈએ. જો તમને ઊંઘ સાથે સંકળાયેલ કોઈ સમસ્યા હોય તો, ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.


યોગા અને વર્કઆઉટ:
માનસિક તણાવથી બચવા માટે તમારે તમારા રૂટિનમાં કસરતનો સમાવેશ કરવો જોઈએ. નિયમિત કસરત કરવાથી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થતા અનુભવાશે. આ માટે રોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેનાથી તમારો માનસિક થાક દૂર થશે અને પોતાની જાતને સ્ફૂર્તિમય અનુભવશો. રોજ તમે ધ્યાન અને યોગનો અભ્યાસ પણ કરી શકો છો.


અવોઈડ ગેજેટ્સ:
આજકાલની ડિજિટલ દુનિયામાં આપણો મોટાભાગનો સમય ઈલેક્ટ્રોનિક ઉપકરણો સાથે પસાર થાય છે. આપણે આખો દિવસ ફોન કે લેપટોપ જેવી વસ્તુઓ સાથે જ પસાર કરીએ છીએ. તેનાથી આપણું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે. માનસિક થાકથી બચવા માટે ટેક્નોલૉજીથી બ્રેક લેવો જોઈએ. થોડા સમય માટે ઈલેક્ટ્રોનિક ઉપકરણોથી દૂર રહેવાથી માનસિક રિફ્રેશનેશ અનુભવાશે.


બ્રેક લેવો-
સતત કામ કરવાથી તમારું શરીર જ નહીં મગજ પણ થાકી શકે છે. માનસિક થાકના કારણે તમે કોઈ કામ પર સરખુ ફોકસ કરી શકતા નથી. એવામાં મગજનો થાક દૂર કરવા માટે કામ દરમિયાન વચ્ચે-વચ્ચે નાના બ્રેક લેવાથી બહુ મદદ મળે છે. આ માટે થોડીવાર માટે કામથી દૂર રહેવું અને બૉડી સ્ટ્રેચિંગ કરવું. આ સમયે તમે એક કપ કૉફી સાથે તમારું ગમતું સંગીત માણી શકો છો. બ્રેક લેવાથી તમે રિલેક્સ અને રિફ્રેશ અનુભવાશે.


સન બાથ-
જો તમને સતત થાકનો અનુભવ રહેતો હોય તો, રોજ થોડા સમય સુધી તડકામાં બેસવું જોઈએ. તેનાથી સરળતાથી પોતાની જાતને રોચાર્જ કરી શકાય છે. સૂરજની રોશનીથી આપણા શરીર અને મન-મગજ પર સકારાત્મક અસર થાય છે. રોજ તડકામાં બેસવાથી શરીરને વિટામિન ડી મળે છે, જેથી તમને સ્ફૂર્તીનો અનુભવ થાય છે. આ માટે દિવસમાં ઓછામાં ઓછી 30 મિનિટ સુધી તડકામાં બેસવું જોઈએ. માનસિક થાક દૂર કરવા માટે તમે અહીં જણાવેલ ટિપ્સની મદદ કઈ શકો છો. 


(DISCLAIMER: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી. કોઈપણ પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ અચુક લેવી.)