Healthy Food: ફુદીનાને પેપરમિન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફુદીનાનો ઉપયોગ દરેક ઘરના રસોડામાં થાય છે પરંતુ ગૃહિણીઓ તેનો ઉપયોગ સામાન્ય રીતે ચટણી બનાવવામાં અથવા તો પાણીપુરીનું ચટપટું પાણી બનાવવામાં કરે છે. પરંતુ શું તમે ફુદીનાનો ઉપયોગ કરીને કચોરી બનાવી છે ?  આજે તમને ફુદીનાની કચોરી બનાવવાની રીત જણાવીએ. તે પહેલા જાણીએ કે ફુદીનો ખાવાથી શરીરને લાભ કેટલા થાય છે. તો તમને જણાવી દઈએ કે ફુદીનો ખાવાથી શરીરમાં કફ અને વાત દોષ દુર થાય છે. આ સિવાય ફુદીનાનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે ગેસ, કબજિયાત, એસિડિટીમાં પણ રાહત મળે છે. જો તમને શારીરિક નબળાઈનો અનુભવ થતો હોય તો પણ ફુદીનો તમારા શરીરમાં એનર્જી ભરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


એક ચપટી મીઠું... પણ જો ખાધું ઉપરથી તો મર્યા સમજજો, શરીરમાં થઈ શકે છે આ ભયંકર સમસ્યા


માત્ર 2 રૂપિયાનો થશે ખર્ચ અને શરીરમાંથી ઓગળીને નીકળી જશે Bad Cholesterol


ઘરે બનાવો Hair Smoothing Cream, પાર્લરમાં જઈ નહીં કરવો પડે હજારો રુપિયાનો ખર્ચ


ફુદીનાની કચોરી બનાવવા માટે જરૂરી સામગ્રી 


4 કપ લોટ
1 કપ ફુદીનો
1 ચમચી જીરું
2 લીલા મરચા
2 ચપટી ખાવાનો સોડા
મીઠું સ્વાદ પ્રમાણે 
તેલ કચોરી તળવા માટે
1/2 ચમચી આદુની પેસ્ટ
1/2 ચમચી ધાણા પાવડર
1/2 ચમચી વરિયાળી પાવડર
હીંગ સ્વાદ મુજબ


ફુદીનાની કચોરી બનાવવાની રીત
 
ફુદીનાની કચોરી બનાવવા માટે સૌથી પહેલા ફુદીનાને સારી રીતે સાફ કરી બારીક કાપી લેવા. ત્યારપછી એક વાસણમાં લોટ લેવો અને તેમાં સમારેલો ફુદીનો, જીરું, ખાવાનો સોડા, લીલાં મરચાં અને મીઠું ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધો. ત્યારપછી તેને લગભગ 10 મિનિટ માટે ઢાંકીને સેટ થવા દો. 10 મિનિટ પછી લોટના નાના-નાના બોલ બનાવીને કચોરીના આકારમાં શેપ આપો. તે દરમિયાન તળવા માટે તેલ ગરમ મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી કચોરી તળવા માટે મુકો. કચોરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો અને પછી ગરમાગરમ સર્વ કરો.