તમારા ઘરનું મિક્સર પણ પીળું પડી ગયું છે ? તો તેને સાફ કરવા મહેનત કરવાને બદલે કરો આ ઉપાય
Cleaning Tips For Mixer Grinder: મિક્સર ગ્રાઈન્ડર એવી વસ્તુ છે જેનો ઉપયોગ વારંવાર થાય છે. તેમાં અલગ અલગ પ્રકારની વસ્તુઓ પીસવામાં આવે છે જેના કારણે તે ખરાબ પણ ઝડપથી થઈ જાય છે. થોડા દિવસના ઉપયોગ પછી મિક્સરની બહારની તરફ ચિકાસ જામવા લાગે છે અને તેનો રંગ પણ પીળો પડવા લાગે છે.
Cleaning Tips For Mixer Grinder: મિક્સર ગ્રાઈન્ડર એવી વસ્તુ છે જેનો ઉપયોગ વારંવાર થાય છે. તેમાં અલગ અલગ પ્રકારની વસ્તુઓ પીસવામાં આવે છે જેના કારણે તે ખરાબ પણ ઝડપથી થઈ જાય છે. થોડા દિવસના ઉપયોગ પછી મિક્સરની બહારની તરફ ચિકાસ જામવા લાગે છે અને તેનો રંગ પણ પીળો પડવા લાગે છે. મિક્સર ગ્રાઈન્ડર સાફ કરતી વખતે એ ડર પણ લાગે છે કે તેને સાબુથી સાફ કરવામાં આવે તો અંદર પાણી જતું ના રહે. તેના કારણે મિક્સર ગ્રાઈન્ડર બરાબર સાફ થઈ શકતું નથી. થોડા સમયમાં તેનો રંગ બદલીને પીળો પણ લાગે છે. આવી સ્થિતિમાં આજે તમને મિક્સર ગ્રાઈન્ડરની બોડીને સાફ કરવાની સરળ રીત જણાવીએ. આ રીતે તમે મિક્સર ગ્રાઈન્ડર સાફ કરશો તો ગણતરીની મિનિટોમાં જ તેની બોડી એકદમ નવી હોય તેવી થઈ જશે
આ પણ વાંચો:
કાચી કેરીનો ઉપયોગ કરી ઘરે આ રીતે બનાવો ટેસ્ટી 'આમ પન્ના', શરીરને મળશે ગરમીથી રાહત
લીંબુનો રસ કાઢી તેની છાલને ફેંકવી નહીં, આ રીતે બનાવો લીંબુની છાલનું અથાણું
લોઢાની તવી પર પણ ઉતરશે પરફેક્ટ Dosa, ઉતારતી વખતે અપનાવો આ ટીપ્સ
1. મિક્સર ગ્રાઈન્ડર ની સફાઈ કરવા માટે બેકિંગ પાવડર ખૂબ જ સારો ઓપ્શન છે. તેનો ઉપયોગ કરવા માટે થોડા પાણીમાં બેકિંગ પાઉડર ઉમેરી એક મિશ્રણ તૈયાર કરી લેવું. આ મિશ્રણને મિક્સર પર લગાડીને 15 મિનિટ માટે છોડો. ત્યાર પછી ભીના કપડાથી મિક્સર સાફ કરશો તો બધી જ ગંદકી દૂર થઈ જશે.
2. વિનેગરથી પણ મિક્સર ગ્રાઈન્ડર ની સફાઈ સારી રીતે થઈ શકે છે. તેના માટે પાણીમાં થોડું વિનેગર મિક્સ કરીને એક સ્પંજની મદદથી મિક્સર ગ્રાઈન્ડર ને બહારથી બરાબર સાફ કરો. થોડી મિનિટોમાં જ મિક્ચર પર જામેલી બધી જ ગંદકી દૂર થવા લાગશે ત્યાર પછી એક વિના કપડાથી મિક્સરને સાફ કરી લેવું
3. તમે વોશિંગ પાવડરથી પણ મિક્સર ગ્રાઈન્ડર ને સાફ કરી શકો છો. તેના માટે થોડા પાણીમાં વોશિંગ પાવડર મિક્સ કરી એક પ્રવાહી તૈયાર કરો. ત્યાર પછી એક કપડાની મદદથી મિક્સર ગ્રાઈન્ડરની બોડીને સાફ કરો. તેની ચિકાસ દૂર થઈ ગયા પછી સાફ કપડાથી મિક્સરને કોરું કરી લેવું.