નવી દિલ્હીઃ કહેવામાં આવે છે કે જો વ્યક્તિના દિવસની શરૂઆત સારી થાય તો આખો દિવસ સારો પસાર થાય છે. તેના કારણે ઘણા લોકો સવારે ઉઠીને પોતાના આરાધ્યનું ધ્યાન કરે છે. માનવામાં આવે છે કે સવારે ઉઠતા જ ઈશ્વરનું ધ્યાન કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જાય છે. આ સિવાય વધુ એક કાર્ય છે જેને સદગુરૂ જગ્ગી વાસુદેવે જણાવ્યું છે. આવો જાણીએ સવારે ઉઠીને કયાં કામ કરવા જોઈએ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સદગુરૂ અનુસાર વ્યક્તિ સવારે ઉઠીને શું કરે છે સૌથી પહેલા મન હશે તો આરાધ્યનું નામ લે છે કે પછી આળસ મરડીને આંખને ચોળતા પોતાના ફોનને જોવા લાગે છે કે કોઈ મેસેજ નથી આવ્યો કે પછી નિત્ય કામ કરવા લાગી જાય છે. 


સવારે ઉઠીને થોડી સેકેન્ડ હસો
સદગુરૂ કહે છે કે સવારે ઉઠીને સૌથી પહેલાં હસવું જોઈએ. તેમાં માત્ર 20 સેકેન્ડ લાગે છે. તેનાથી તમારો દિવસ સારો જાય છે. તે જરૂરી નથી કે હસવા માટે કોઈ વ્યક્તિ સાથે વાત કરવી જરૂરી છે. 



વ્યક્તિનું હાસ્ય ત્યારે આવે છે જ્યારે તે અંદરથી હસે છે. ન કે તમારી સામે કોઈ આવ્યું હોય. તેથી સવારે ઉઠીને સૌથી પહેલા હસો. તેમાં માત્ર 20 સેકેન્ડ લાગે છે. જો તમે પાસે બેઠેલા કોઈ વ્યક્તિને જોઈને હસી શકતા નથી તો બસ આંખ બંધ કરી હાથ જોડીને હસી શકો છો. જ્યારે તમે અંદરથી હસો છો તો તમારા શરીરમાં ઉર્જાનો પ્રવાહ વધે છે, જેનાથી તમે દિવસભર દરેક કામ સારી રીતે કરી શકો છો. આ સાથે તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળે છે. તેથી સવારે ઉઠીને 20 સેકેન્ડ જરૂર હસો. 


આ પણ વાંચોઃ Overthinking: ઓવર થીંકીંગથી માનસિક હાલત બગડે તે પહેલા આ રીતે વિચારોને કરો કંટ્રોલ


કોણ છે સદગુરૂ જગ્ગી વાસુદેવ?
સદગુરૂ જગ્ગી વાસુદેવ એક આધ્યાત્મિક ગુરૂ અને ભારતીય વિચારક છે. તેમણે લોકોને આત્મનિર્ભર, સુખ અને આનંદથી રહેવાનું શિક્ષણ આપ્યું છે. સદગુરૂનું અસલી નામ જગદીશ વાસુદેવ છે. પરંતુ તેમના શિષ્ય સદગુરૂ કહે છે.