મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે ભવ્ય સમારોહમાં લગ્ન થયા. આ લગ્ન દુનિયાના અત્યાર સુધીમાં સૌથી મોંઘા લગ્ન કહેવાય છે. લગ્ન બાદ નવપરણિત દંપત્તિએ પેરિસ ઓલિમ્પિકમાં હાજરી પૂરાવી અને ત્યારબાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ કથિત રીતે કોસ્ટા રિકામાં પોતાનું હનીમૂન માણી રહ્યા છે. માઈગ્રેશનના જનરલ ડાયરેક્ટોરેટ મુજબ અનંત અને રાધિકા 1 ઓગસ્ટના રોજ કોસ્ટા રિકા પહોંચ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ્સ મુજબ નવપરિણીત દંપત્તિ હાલ ગુઆનાકાસ્ટના સુપર્બ એરિયામાં આવેલા એક ભવ્ય ફોર સીઝન્સ રિસોર્ટ કાસા લાસ ઓલાસ ( Casa Las Olas) માં રોકાયા છે. એવું કહેવાય છે કે આ રિસોર્ટમાં એક રાત રોકાવવાનું ભાડું $30,000 એટલે કે અંદાજે 25 લાખ રૂપિયાથી વધુ થાય છે. 


Casa Las Olas એક શાનદાર રિસોર્ટ છે. જ્યાંથી પ્રીતા ખાડી દ્રશ્યમાન છે. એક રિપોર્ટ મુજબ અનંત અને રાધિકાનું હનીમૂન તેમના લગ્નની જેમ જ ખુબ મોંઘુદાટ છે. આ કપલ જે રિસોર્ટમાં રોકાયું છે તેમાં અનેક જબરદસ્ત સુવિધાઓ છે. The Tico Times એક છ બેડરૂમવાળો લક્ઝરી રિસોર્ટ છે. જે 18,475 વર્ગફૂટમાં ફેલાયેલો છે. આ રિસોર્ટ ઓલાસ પ્રીતા ખાડી પાસે છે જ્યાંથી અનેક સુંદર દ્રશ્યો જોવા મળે છે. રિસોર્ટમાં ખુબ જ ખુલ્લી જગ્યા,તાડના ઝાડ વગેરે છે. માસ્ટર બેડરૂમથી વિરડોર બીચના ખડકો અને પાણીનો નજારો દેખાય છે. આ પ્રોપર્ટીમાં એક અત્યાધુનિક મીડિયા રૂમ અને એક વિશાળ આઉટડોર મનોરંજન ક્ષેત્ર પણ છે. જે એક શાનદાર 100 ફૂટ પૂલથી ઘેરાયેલો છે. 


[[{"fid":"578234","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


અત્રે જણાવવાનું કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન એક હાઈ પ્રોફાઈલ સમારોહ હતો જેમાં અનેક ગણમાન્ય અતિથિઓએ ભાગ લીધો હતો. જેમાં ઈવાંકા ટ્રમ્પ, માર્ક ઝુકરબર્ગ, બિલ ગેટ્સ, જસ્ટિન બીબર અને કાર્દશીયન બહેનો પણ સામેલ હતા. લગ્નમાં વાસ્તવિક કેટલો ખર્ચો થયો તે તો હજુ સામે આવ્યું નથી. પરંતુ અનેક રિપોર્ટ્સમાં જણાવાયું છે કે મુકેશ અંબાણીએ અનંત અને રાધિકાના લગ્ન પર 5000 કરોડ રૂપિયા ખર્ચ્યા.