Skin Care: બેદાગ અને ગ્લોઇંગ સ્કીન માટે મહિલાઓ અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે પરંતુ બજારમાં મળતા આવા પ્રોડક્ટ કેમિકલથી ભરપૂર હોય છે તે સ્કીન માટે હાનિકારક માનવામાં આવે છે. આવી વસ્તુઓનો વધારે ઉપયોગ કરવાથી સ્કીન ખરાબ થઈ જાય છે. જો તમારે સ્કીનની સંભાળ લેવી હોય અને તેને નેચરલી ગ્લોઇંગ બનાવવી હોય તો મુલતાની માટી સૌથી વધારે ફાયદાકારક છે. મુલતાની માટીનો ઉપયોગ કરવાથી સ્કીન નેચરલી ગ્લો કરે છે અને સાથે જ સ્કીન સંબંધિત નાની મોટી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુલતાની માટી ત્વચાને ચમત્કારી ફાયદા આપે છે પરંતુ મોટાભાગના લોકો તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે વાતથી અજાણ હોય છે. જો મુલતાની માટીનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ત્વચાને અઢળક ફાયદા થાય છે.


આ પણ વાંચો:


સિલ્કી વાળ માટે 10 મિનિટ માટે લગાડો આ વસ્તુ, શેમ્પૂ પછી કંડીશનર કરવાની નહીં પડે જરૂર


Skin Care: ફેશિયલ કરાવવાની નહીં પડે જરૂર, ઘરે લીંબુ અને મીઠાથી ચહેરા પર આવી જશે ચમક


કમર બની ગઈ છે કમરો ? તો હુંફાળા પાણી સાથે આ વસ્તુ પીવાનું કરો શરુ, ઝડપથી ઉતરશે ચરબી


મુલતાની માટી અને લીંબુ


મુલતાની માટીનો આ ફેસપેક બનાવવા માટે એક વાટકીમાં મુલતાની માટી ગુલાબજળ અને લીંબુનો રસ મિક્સ કરો. તેમાં જરૂર અનુસાર પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ સુધી લગાડો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.


મુલતાની માટી અને ચંદન


ચંદન પાવડર અને મુલતાની માટી પણ ચહેરાની સુંદરતા વધારવા માટે ઉત્તમ વસ્તુઓ છે. તેના માટે એક બાઉલમાં મુલતાની માટી ચંદન પાવડર અને ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ બનાવો. આ ફેસ પેકને ચહેરા પર લગાડો અને 20 મિનિટ પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરો.


મુલતાની માટી અને દહીં


આ ફેસ પેક બનાવવા માટે એક બાઉલમાં મુલતાની માટીનો પાવડર લેવો અને તેમાં જરૂર અનુસાર દહીં ઉમેરી સ્મુધ પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટને ચહેરા પર અપ્લાય કરો અને 20 મિનિટ સુધી રહેવા દો. ત્યાર પછી ચહેરાને હુંફાળા પાણીથી સાફ કરો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)