Spotless Skin: ઠંડીની ઋતુમાં જો ત્વચાનું યોગ્ય રીતે ધ્યાન રાખવામાં ન આવે તો ત્વચા ડેમેજ થઈ જાય છે. જો તમે પણ શિયાળામાં ત્વચાને લઈને ચિંતા છો અને શિયાળામાં પણ સુંદરતાને ચાર ચાંદ લાગે તેવા ઉપાયો શોધી રહ્યા છો તો આજે તમને મુલતાની માટીના ફેસપેક વિશે જણાવો. મુલતાની માટીનો ઉપયોગ અલગ અલગ પ્રકારની વસ્તુ સાથે કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુલતાની માટીના અલગ અલગ ફેસપેક તમારી ત્વચાની દરેક સમસ્યાને દૂર કરી શકે છે. ચેહરા પર ડાઘ હોય, ખીલ હોય, કરચલી પડી ગઈ હોય કે અન્ય સમસ્યા હોય તેને દૂર કરવા માટે તમે મુલતાની માટીના વિવિધ ફેસપેકનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો તમને પણ જણાવી દઈએ સાત દિવસમાં દમકતી ત્વચા મેળવવાના સીક્રેટ વિશે. 


આ પણ વાંચો: ફાટેલી એડીને 7 દિવસમાં બનાવો સોફ્ટ અને સુંદર, અજમાવો આ 5 માંથી કોઈ એક ઘરેલુ ઉપાય


મુલતાની માટીના વિવિધ ફેસપેક


- ચહેરા પર ડાઘ વધારે પ્રમાણમાં દેખાતા હોય તો મુલતાની માટીમાં ફુદીનાના પાનની પેસ્ટ અને થોડું દહીં ઉમેરીને ફેસપેક તૈયાર કરી ચહેરા પર લગાડો. 


- જો તમારી સ્કિન વધારે ઓઈલી છે તો મુલતાની માટીમાં ગુલાબજળ મિક્સ કરીને ફેસપેક તૈયાર કરી ચહેરા પર લગાડો આ પેસ્ટ સુકાઈ જાય પછી તેને સાફ કરી લો.


- ત્વચા પર ઇન્સ્ટન્ટ ગ્લો મેળવવો હોય તો મુલતાની માટીમાં એક ચમચી પપૈયાની પેસ્ટ અને થોડું મધ ઉમેરીને ફેસપેક તૈયાર કરો. તેને ચહેરા અને ગરદન પર લગાડો. તેનાથી ત્વચા પર ઇન્સ્ટન્ટ નિખાર આવે છે.


આ પણ વાંચો: ગુજરાતમાં જ થાઈલેન્ડ જેવી મજા કરવી હોય તો પહોંચી જાવ અહીં, શિયાળામાં ફરવા માટે બેસ્ટ


- ચેહરા પર દેખાતી ઝાંઈને દુર કરવા માટે મુલતાની માટીમાં ટમેટાનો રસ અને ચંદનનો પાવડર મિક્સ કરીને નિયમિત ચેહરા પર લગાડો. સાત દિવસમાં ચહેરા પરના ડાઘ દૂર થવા લાગશે.


- જો તમને ત્વચા પર કોઈપણ પ્રકારના રેશીસ થઈ ગયા હોય તો મુલતાની માટીમાં દૂધ ઉમેરીને ચહેરા પર લગાડો. તેનાથી સ્કીન ઝડપથી રીપેર થાય છે. 


- જો તમારા ચહેરા પર ફોડલી અથવા તો ખીલ થઈ ગયા છે તો મુલતાની માટીમાં દહીં ઉમેરીને એક કલાક સુધી પલળવા દો. તેમાં ફુદીનાનો પાવડર અથવા તો ફુદીનાની પેસ્ટ ઉમેરીને ચહેરા પર લગાડો.


આ પણ વાંચો: 40 પછીની ઉંમરે પણ દેખાવથી રહેવું હોય મલાઈકા જેવું તો ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)