Night Skin Care: રાત્રે સુતા પહેલા ચહેરા પર શું લગાડવું ? આ 5 વસ્તુઓ લગાડવાથી સવારે ચહેરા પર હશે નિખાર
Night Skin Care Routine: ત્વચાની સુંદરતા જાળવી રાખવી હોય તો નાઈટ સ્કિન કેર જરુરી છે. નાઈટ સ્કિન કેર રુટીન ફોલો કરવાથી ત્વચા પર નિખાર આવે છે અને ડેમેજ સ્કિન ઝડપથી રિપેર થાય છે. આજે તમને નાઈટ સ્કિન કેર રુટીનના 5 સરળ સ્ટેપ્સ જણાવીએ.
Night Skin Care Routine: દિવસ પરના થાક અને ધૂળ-માટીના કારણે ત્વચા પર ખરાબ અસર પડે છે. જેના કારણે ત્વચાની નેચરલ ચમક ઘટી જાય છે. તેથી જરૂરી છે કે રાત્રે સુતા પહેલા ત્વચાની માવજત કરવામાં આવે. નિયમિત રીતે નાઈટ સ્કીન કે રૂટીન ફોલો કરવાથી ત્વચા ઝડપથી રીપેર થાય છે. રાત્રે ત્વચાની માવજત કરવાથી ત્વચાને નિખાર માટે સમય મળે છે. રાતના સમયે બોડી પોતાની જાતને રીપેર કરવાનું કામ કરે છે. જો સુતા પહેલા તમે ચહેરા પર 5 વસ્તુને અપ્લાય કરો છો તો રિકવરી પ્રોસેસ ઝડપી થાય છે અને સવાર સુધીમાં ત્વચા પર ગ્લો દેખાવા લાગે છે.
નાઈટ સ્કીન કેડ રૂટિન
આ પણ વાંચો: નાળિયેર તેલમાં 4 વસ્તુ મિક્સ કરી ઘરે જ બનાવો નેચરલ હેર ડાઈ, 15 મિનિટમાં કાળા થશે વાળ
મોઈશ્ચરાઈઝર
રાતના સમયે ત્વચાને મોઈશ્ચર મળે તે જરૂરી હોય છે. દિવસના સમયે ત્વચા મોઈશ્ચર ગુમાવે છે. તેથી રાત્રે સુતા પહેલા મોઈશ્ચરાઈઝર લગાડવું જરૂરી છે. તેનાથી ત્વચા હાઈડ્રેટ રહે છે અને ત્વચા કોમળ બને છે.
નાઈટ ક્રીમ
નાઈટ ક્રીમ ત્વચાને રીપેર કરવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે. તેનાથી ડેડ સ્કીન દૂર કરવામાં મદદ મળે છે. નાઈટ ક્રીમમાં એન્ટી એજિંગ ગુણ હોય છે જે કરચલી અને ઉંમરની નિશાનીને દૂર કરવામાં મદદ કરે છે.. જો તમારી ત્વચા ડલ અને ડ્રાય દેખાતી હોય તો નાઈટ ક્રીમ નો ઉપયોગ જરૂરથી કરો.
આ પણ વાંચો: Eye Vision: આંખના ચશ્મા ઉતારી દેશે શિયાળાના આ 5 ફુડ, દિવસમાં એકવાર કોઈ એક જરૂર ખાવું
ફેસ ઓઇલ
ચહેરા પર રાત્રે તેલ લગાડવાથી પણ ત્વચાને લાભ થાય છે. ફેસ ઓઇલ ત્વચાને અંદરથી પોષણ આપે છે અને પોર્સ ખોલે છે. ત્વચા સોફ્ટ અને સ્મૂધ પણ બને છે. જો તમારી ત્વચા ડ્રાય હોય તો ફેસ ઓઇલનો ઉપયોગ કરવો અને જો ઓઇલી ત્વચા હોય તો ગુલાબ જળ પણ વાપરી શકાય છે.
આ પણ વાંચો: Dry Lips: શિયાળામાં હોઠ ફાટે ત્યારે અપનાવો આ 3 નુસખા, ફાટેલા હોઠની તકલીફથી મળશે આરામ
વિટામીન સી સીરમ
વિટામીન સી ત્વચા માટે ફાયદાકારક છે. તેનાથી ત્વચાની રંગત નીખરે છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચાને તાજગી મળે છે. વિટામીન સી ત્વચાને અંદરથી હાઇડ્રેશન આપે છે અને ડાર્ક સ્પોટ દૂર થાય છે. રાત્રે સુતા પહેલા વિટામિન સી સીરમનો ઉપયોગ કરવો ત્વચા માટે લાભકારક છે.
આ પણ વાંચો: સ્ટ્રોબેરીથી ચહેરા પર વધશે ચમક, આ રીતે ઉપયોગ કરશો તો ફેશિયલ કરાવવા નહીં જવું પડે
હળદર અને દૂધ
હળદર અને દૂધ નેચરલ ફેસપેક છે. તેનાથી ત્વચા પર નિખાર આવે છે. હળદર અને દૂધના ગુણ ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. રાત્રે સુતા પહેલા હળદર અને દૂધને ત્વચા પર લગાડવાથી ત્વચા પર ગ્લો વધે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)