હનીમૂન કપલ માટે બેસ્ટ છે લક્ષદ્વીપની આ 7 જગ્યાઓ, પાર્ટનર સાથે કરી શકો છો એડવેન્ચર એક્ટિવિટી
Lakshadweep: જો તમે પણ હનીમૂન માટે કોઈ જગ્યા શોધી રહ્યા છો તો પાર્ટનર સાથે ફરવા માટે લક્ષદ્વીપ બેસ્ટ જગ્યા હશે. લક્ષદ્વીપ ફરવા જવું હોય તો બેસ્ટ સમય ઓક્ટોબરથી મે મહિનાનો છે.
Lakshadweep: લક્ષદ્વીપ ભારતનો એક સુંદર કેન્દ્રશાસિત પ્રદેશ છે. અરબ સાગરમાં 300 કિલોમીટર દૂર આ દ્વિપ આવેલો છે. લક્ષદ્વીપ ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ હોવાની સાથે આકર્ષક પર્યટન સ્થળ પણ છે. અહીં દેશ-વિદેશના પર્યટકો ફરવા આવે છે. જો તમે પણ હનીમૂન માટે કોઈ જગ્યા શોધી રહ્યા છો તો પાર્ટનર સાથે ફરવા માટે લક્ષદ્વીપ બેસ્ટ જગ્યા હશે. લક્ષદ્વીપ ફરવા જવું હોય તો બેસ્ટ સમય ઓક્ટોબરથી મે મહિનાનો છે. મે થી સપ્ટેમ્બર દરમિયાન અહીં વરસાદી વાતાવરણ હોય છે. હનીમૂન કપલ માટે આ બેસ્ટ જગ્યા છે. લક્ષદ્વીપમાં ફરવા માટે અન્ય કેટલાક સ્થળ પર છે ચાલો તમને તેના વિશે જણાવીએ.
આ પણ વાંચો: આ વર્ષે વિદેશ ફરવા જવાનું સપનું કરો પુરું, 50 હજાર સુધીના ખર્ચે ફરી શકો છો અહીં
અગત્તી દ્વીપ
લક્ષદ્વીપમાં જોવાલાયક જગ્યાઓની વાત કરીએ તો અગત્તી દ્વીપ ખૂબ જ સુંદર અને રોમાન્ચથી ભરપૂર જગ્યા છે. અહીંનું સ્વચ્છ પાણી, સફેદ રેતી અને કુદરતી સૌંદર્ય તમને મંત્રમુગ્ધ કરી દેશે. અહીં તમે વોટર એક્ટિવિટી પણ કરી શકો છો.
મિનિકોય દ્વીપ
લક્ષદ્વીપ ના મુખ્ય આકર્ષણમાં આ જગ્યા પણ છે. આ જગ્યા કોચીન સમુદ્ર તટથી 400 કિમી દુર છે અહીં તમને પરવાળાના પથ્થર, આકર્ષક સફેદ રેતી અને અરબ સાગરનું સુંદર પાણી જોવા મળશે. અહીં રોકાવા માટે લક્ઝરી રિસોર્ટ પણ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: લીમડામાં આ વસ્તુ ઉમેરી 30 મિનિટ માટે લગાડો માથા પર, સફેદ વાળ મૂળથી થઈ જશે કાળા
બાંગરમ દ્વીપ
હિંદ મહાસાગરનું સાફ બ્લુ પાણી આ જગ્યાને વધારે અદભુત બનાવે છે. અહીં તમે સુંદર માછલીઓ સાથે તરવાની મજા લઈ શકો છો. અહીં તમને ડોલ્ફિન પણ જોવા મળશે અને ઘણી બધી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ માણવા મળશે. અહીં તમે સ્કૂબા ડાઇવિંગ પણ કરી શકો છો.
કાવારત્તી દ્વીપ
આ જગ્યાને લક્ષદ્વીપનું રત્ન કહેવામાં આવે છે. આ જગ્યા કોચ્ચી તટથી લગભગ 360 કિલોમીટર દૂર આવેલી છે. અહીં પણ પ્રવાસીઓ માટે વિવિધ પ્રકારની વોટર સ્પોટ્સ એક્ટિવિટી ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: બટેટાની મદદથી ઘરે જ બનાવી લો આ અંડર આઈ માસ્ક, 7 દિવસમાં ડાર્ક સર્કલ થઈ જશે ગાયબ
કલપેની દ્વીપ
અહીં તમે રીફ વોકિંગ, સ્કૂબા ડાઈવીંગ, કાયકિંગ, કૈનોઈંગ અને બોટિંગ સહિતની વોટર સ્પોટ્સ એક્ટિવિટી ની મજા માણી શકો છો.
મરીન સંગ્રહાલય
કાવારતી દ્વીપ ઉપર મરીન મ્યુઝિયમ પણ આવેલું છે. જેમાં સમુદ્ર સંબંધિત કલાકૃતિઓ રાખવામાં આવી છે.. આ મ્યુઝિયમમાં સમુદ્રી માછલીઓ અને પાણીના વિવિધ પ્રકારના પ્રાણીઓની સૌથી વધુ પ્રજાતિ જોવા મળે છે.
આ પણ વાંચો: Ayodhya: અયોધ્યામાં રામ મંદિરના દર્શને જાવ તો સાથે આ 5 જગ્યાઓની મુલાકાત પણ લેજો
કદમત આયલેન્ડ
આ જગ્યા પર સૌથી વધુ કપલ્સ આવે છે. આ જગ્યા તેના સૂર્યોદય અને સૂર્યાસ્તના નજારા માટે લોકપ્રિય છે. અહીં પ્રવાસીઓ પેરાગ્લાઇડીંગ, સ્કુબા ડાઈવિંગ, કયાકિંગ વગેરે કરી શકે છે.