ભોજન બનાવવામાં ઉપયોગમાં લેવાતું સરસિયું કે સરસવનું તેલ જ્યોતિષ શાસ્ત્રમાં ખુબ મહત્વ ધરાવે છે. સરસવનું તેલ વ્યક્તિના જીવનમાં ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે. હકીકતમાં સરસવના તેલને શનિદેવ અને ગુરુ સાથે જોડવામાં આવતું હોય છે. એવું કહેવાય છે કે જો કુંડળીમાં આ ગ્રહોની સ્થિતિ ખરાબ હોય તો સરસવના તેલનો ઉપાય ખુબ લાભકારી નિવડે છે. આ ઉપરાંત સરસવના તેલનો ઉપાય તમારું ભાગ્ય પણ ચમકાવી શકે છે. સરસવના તેલના કારગર ઉપાયો વિશે ખાસ જાણો....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરસવના તેલથી માલિશ કરો
શાસ્ત્રોમાં કહે છે કે જે લોકોની કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં હોય તે વ્યક્તિએ રોજ સરસવના તેલથી માલિશ કરવી જોઈએ. આ સાથે જ ખાવાનું પણ સરસવના તેલમાં બનાવવું જોઈએ. તેનાથી શનિના અશુભ પ્રભાવ ઓછા થાય છે અને જીવનમાંથી સમસ્યાઓ દૂર થાય છે. 


સરસવના તેલમાં હળદર ભેળવો
શાસ્ત્રો મુજબ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ અશુભ સ્થિતિમાં હોય તો તેણે ગુરુવારે સરસવના તેલમાં હળદર ભેળવીને કોઈ અસહાય વ્યક્તિને દાન કરવું જોઈએ. આ ઉપરાંત માથામાં સરસવના તેલથી માલિશ કરવાથી પણ ગુરુનો અશુભ પ્રભાવ દૂર થાય છે. 


મધરાતે કરો આ ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિદેવને પ્રસન્ન કરવા હોય તો અડધી રાતે કરવામાં આવતો આ ઉપાય કારગર નિવડી શકે છે. એવું કહેવાય છે કે મધરાતે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને સમસ્યાઓ દૂર થાય છે. 


રવિવારે કરો આ ઉપાય
જ્યોતિષશાસ્ત્ર મુજબ રવિવારના દિવસે સ્નાન કરવાના પાણીમાં બે ટીપાં સરસવના તેલના નાખીને સ્નાન કરવાથી ધનલાભના રસ્તા ખુલે છે. વ્યક્તિ સફળતાની સીડી ચડવા લાગે છે અને તેણે કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય છે. 


ધનહાનિથી બચશો
શનિવારે ઘરના હાઉસ હેલ્પને સરસવના તેલનું દાન કરો. આમ કરવાથી ધન હાનિ થતી નથી અને ઘરમાં બરકત આવે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)