નવી દિલ્હીઃ ઈન્ડોનેશિયાની પોલાહી જનજાતીમાં ભાઈ-બહેન, માતા-પુત્ર, પિતા-પુત્રી વચ્ચે મજૂરી સબંધ બનાવાય છે. આ પ્રકારના સબંધથી જન્મેલા બાળકને મેન્ટલ અને ફિઝિકલ ડિસઓર્ડની બીમારી થઈ શકે છે પરંતુ આ જનજાતીના રિસર્ચમાં આવું કઈ જોવા ના મળ્યું. ઈન્ડોનેશિયાના ગોરોન્તાલોમાં માઉન્ટના જંગલોમાં રહેવાવાળી પોલાહી જનજાતી દુનિયાભરમાં રિસર્ચ માટેની એક પહેલી બની ગઈ છે. આ જનજાતીના લોકો ઈનબ્રીડિંગ ટ્રેડિશનને નિભાવવે છે એટલે કે આ જનજાતિના લોકો લોહીના સબંધ હોય તેવા લોકો સાથે પણ લગ્ન કરવા માટે સ્વતંત્ર હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાંબા સમયથી ચાલે છે ચર્ચા-
પોલાહી જનજાતિના લોકો આ પ્રકારના સબંધો રાખે છે જેના પર લાંબા સમયથી રિસર્ચ ચાલી રહ્યું છે. આ અભ્યાસના પરિણામોથી જાણવા મળે છે કે પોલાહી જવજાતીના લોકોમાં આ પ્રરકારના લગ્ન રીતિ-રિવાજોના કારણે નથી પરંતુ તમનામાં સમજણ શક્તિ અને જ્ઞાનનો અભાવ છે. તે લોકો એ પણ નથી જાણતા કે બીજા માનવ સમૂહ સાથે કેવી રીતે જોડાવું? 


આ કારણથી પરિવારમાં શારીરિક સબંધો ના થઈ શકે-
લોહીના સબંધના લોકો સાથે લગ્ન કરવા તે ઘણા દેશોમાં ગેરકાનુની છે આ ઉપરાંત તેને આદર્શ કહેવામાં નથી આવતા. આ પ્રકારના સબંધોથી જન્મજાત બીમારીનો પણ ખતરો રહે છે. એક અભ્યાસમાં જાણવા મળે છે કે, આ પ્રકારના સબંધોથી જન્મેલા બાળકમાં birth defectsનો ખતરો વધી જાય છે. આ પ્રકારના બાળકો મનો વૈજ્ઞાનિક બીમારીઓથી પીડાતા હોય છે. આત્મ વિશ્વાસનો અભાવ, માનસિક વિકૃતિઓ, હતાશા જેવી બીમારીથી પીડાય છે. 


આ વાત આશ્ચર્યચકિત કરે છે-
આ પ્રકારના સબંધથી જન્મેલા બાળકોમાં ડિસઓર્ડરની બીમારી થઈ શકે છે કે નહીં તે જાણવા માટે રિસર્ચ કરવામાં આવ્યું, ચેકોસ્લોવાકિયામાં આ પ્રકારના સબંઘથી જન્મેલા બાળકો પર અભ્યાસ કરવામાં આવ્યો. આવા 42 ટાકા બાળકો જન્મજાતની કોઈને કોઈ બીમારીથી પીડાતા હતા અથવા તો તે વઘુ સમય સુધી જીવતા ના રહી શક્યા. 11 ટકા બાળકોનો માનસિક વિકાસ ઓછો હતો. 


આટલા બધા અભ્યાસ પછી પણ પોલાહી જનજાતી આ પ્રકારની કહેવાતી પરંપરા હેરાન કરી નાખે તેવી છે.  પોલાહી જનજાતીમાં થતા આ પ્રકારના બાળકોના રિસર્ચમાં એવું જાણવા મળ્યું કે આ બાળકો અન્ય માનવ સમૂહ કરતા પણ ફિટ છે. અભ્યાસ કર્તાઓ હજુ પણ એ જાણાવામાં નિષ્ફળ રહ્યા છે કે, આવું કેવી રીતે થઈ શકે. દુનિયાભરના રિસર્ચમાં આવું જાણવા મળ્યું છે કે લોહીમાં સબંધ ધરાવતા લોકો સાથે શારીરિક સબંધ રાખવાથી તે સબંધથી જન્મેલા બાળકો બીમારીથી પીડાય છે જ્યારે પોલાહી જનજાતીના લોકો આ પ્રકારના સબંધો રાખે છે છતા તેમના બાળકો અન્ય માનવ સમૂહ કરતા ફિટ રહે છે. એ સંભાવના છે કે જંગલમાં રહેવાવાળી આ જનજાતી કોઈ ખાસ પ્રકારની વનસ્પતિના પાનનું સેવન કરતી હોય જેની બહારના સમૂદાયને જાણકારી ના હોય. આ જનજાતિ એ સારી રીતે જાણે છે કે કઈ વનસ્પતિના પાન ખાવાથી શું લાભ થાય છે.