Nail Rubbing Benefits: ઘણીવાર તમે લોકોને નખ ઘસતા જોયા હશે. તેમનું માનવું છે કે આમ કરવાથી વાળ સુંદર, મજબૂત અને લાંબા બને છે. વાસ્તવમાં, નખ ઘસવા એ એક યોગાસન છે, જેને બાલાયામ કહેવામાં આવે છે. આમ કરવાથી વાળ સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. જેમ કે- વાળ સફેદ થવા, ખરવા અને અન્ય સમસ્યાઓ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાલાયામ શું છે?
વાળના ગ્રોથ માટે લોકો નખ ઘસે છે. આ એક પ્રકારની ઑપશનલ રીફ્લેક્સોલોજી થેરેપી છે. જેમાં થોડું બળ લગાવીને નખ એકસાથે ઘસવામાં આવે છે. કેટલાક લોકો તેને યોગ્ય માને છે, જ્યારે કેટલાક તેને ખોટી આદત પણ કહે છે..


 આ પણ વાંચો:
મોદી' અટક બદનક્ષી કેસ: રાહુલ ગાંધીની રિવિઝન અરજી પર HC ના જસ્ટિસે આપ્યો આ જવાબ
ગુજરાતના ગૃહમંત્રીએ માંગી માફી, એવું તો શું થયું કે સંઘવીએ કહ્યું કે ગુજરાતમાં આવતા.
ગુજરાતનાં પૂર્વ મંત્રીઓને નથી ગયો સરકારી બંગલાનો પ્રેમ! નવી સરકારના મંત્રીઓને હવે...



બાલાયામ કેવી રીતે કરવામાં આવે છે?
જો દરરોજ ઓછામાં ઓછા 5-10 મિનિટ સુધી નખને ઘસવામાં આવે તો વાળ ઉગી શકે છે. બાલાયામમાં અંગૂઠા સિવાયની તમામ આંગળીઓના નખને ઘસવામાં આવે છે. એવો દાવો કરવામાં આવે છે કે આ યોગાસન દ્વારા ટાલ પણ દૂર કરી શકાય છે. સફેદ વાળ બંધ થઈ જાય છે અને વાળ ખરવાની સમસ્યા પણ ખતમ થઈ જાય છે.


નખ ઘસવા પાછળનું સાયન્સ
નખ ઘસવાથી નખની નીચેની તંત્રિકા ઉત્તેજિત થાય છે. જે ડેડ હેરને ફરી જીવિત કરવા બ્રેઈન સેલ્સને સંદેશા મોકલે છે અને માઈન્ડ એકટીવ કરે છે. જેનાથી સ્કૅલ્પનું બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે. વાળના ફોલિકલ્સ મજબૂત થાય છે અને વાળને લગતી સમસ્યાઓ ઓછી કરી શકાય છે. જો કે, કોઈપણ પ્રકારના વૈજ્ઞાનિક સંશોધનમાં આની પુષ્ટિ થઈ નથી.


આવા લોકોએ નખ ઘસવાનું ટાળવું જોઈએ
નખ ઘસવા વાળ માટે ફાયદાકારક છે, પરંતુ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત લોકોએ આ કરવાનું ટાળવું જોઈએ. ગર્ભવતી મહિલાઓએ પણ આવું ન કરવું જોઈએ. નખ ઘસવાથી ગર્ભાશય સંકોચન અથવા હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે. આવું ઘણી વખત કરવાથી ઊંઘ પણ આવી શકે છે. એટલા માટે કામ કરતી વખતે અથવા ડ્રાઇવિંગ કરતી વખતે બાલાયામ ક્યારેય ન કરવું જોઈએ.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
વિદ્યાર્થીઓના હિતમાં મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય, આ મહત્વની પોલિસીને પણ મળી મંજૂરી
સ્કૂલ, કોલેજમાં ઘણી વાર ફેલ, 32 નોકરીઓમાં રિજેક્ટ, બનાવી એક અબજ ડોલરની કંપની
KKR vs RCB: સતત ચાર મેચ હાર્યા બાદ કોલકત્તાને મળી જીત, બેંગલોરને 21 રને પરાજય આપ્યો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube