COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી દિલ્લીઃ નખના બદલાતા રંગ જણાવે છે કે, તમારા શરીરને અંદ કઈ બિમારી છે. તમારા નખ પર ખાસ ધ્યાન આપીને તમે કોઈ પણ ગંભીર બિમારીથી બચી શકો છો. નખ સાથે જોડાયેલા આ લક્ષણોને નજર અંદાજ કરવું તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે.


આપણા શરીરના અંગો આપણી પર્સનાલિટી વિશે ઘણું બધુ કહી જાય છે. શરીરના અંગોને જોઈને તે વાત જાણી શકાય છે કે, સામેવાળી વ્યક્તિ કયા પ્રકારની છે. જેમ કે, માથુ કોઈ વ્યક્તિના પાચન વિશે જણાવે છે. તેવી જ રીતે નખ કોઈ વ્યક્તિના સ્વાસ્થ્ય વિશે ઘણુ બધુ કહી જાય છે. નોર્મલ હેલ્દી નખનો રંગ ફ્લેશની જેમ હોય છે અને થોડા સફેદ રંગના હોય છે. નખના બદલાતા રંગ અને શેપ તમારા સ્વાસ્થ્ય વિશે ઘણા સંકેત આપે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, નખને જોઈને કેવી રીતે સ્વાસ્થ્ય વિશે જાણી શકાશે...


નખમાં ખાડા પડી જવાઃ
ઉંમર વધવાની સાથે નખનો શેપ ચમચીના આકાર જેવો થઈ જાય છે. પરંતુ જો નાની ઉંમરમાં જ નખનો શેપ ચમચી આકારનો થઈ જાય તો, સમજવું કે, તમારું શરીર આયરનને બરાબર રીતે પચાવી નથી શકતું. એનીમિયા, હેમોક્રોમૈટોસિસ અથવા પ્લમર-વિન્સન સિંડ્રોમ પણ હોય શકે છે. તેવામાં આયરનના લેવલને ચેક કરવા માટે બ્લડ ટેસ્ટ કરાવો. 


નખની નીચે ઘાટા રંગની લાઈન્સઃ
જો તમને નખની નીચે કાળી અથવા ભૂરા રંગની લાઈન્સ બનતી હોય તો આ મેલેનોમાનો સંકેત હોય શકે છે. જે એક પ્રકારનું કેન્સર છે. આ સ્કીનનું કેન્સર છે પરંતુ તે નખમાં પણ થઈ શકે છે. આ પિગમેન્ટના ભેગા થવાથી પણ થઈ શકે છે. આ માટે તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.


પીળા નખઃ
નખનો પીળો રંગ ફંગલ ઈન્ફેક્શનનો સંકેત આપે છે. આ પ્રકારના નખ થાયરાઈડ અથવા ડાયાબિટિસનો સંકેત આપે છે. યલ્લો નેલ સિંડ્રોમ નામની એક દુર્લભ બિમારી તે લોકોમાં જોવા મળે છે જેમને ફેફસા સાથે જોડાયેલી કોઈ સમસ્યા હોય. અથવા તો જેમના હાથ-પગમાં સોજા રહેતા હોય. વિટામિન-ઈની મદદથી આ બિમારી દૂર થઈ જાય છે.


વાદળી અથવા ભૂરા નખઃ
તમારા નખના રંગના આધારે તમારા સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી શકાય છે. આસમાની નખ ઓક્સિજનની કમી અથવા વિષાક્તાનો સંકેત આપે છે. બીજી તરફ ભૂરા રંગના નખ પૈરોનીચિયા નામના જીવાણું સંક્રમણનું કારણ હોય શકે છે.


તૂટેલા નખઃ
નખનું વારંવાર તૂટી જઉં કમજોર જોવાનો સંકેત છે. વારંવાર નખ તૂટે તો સમજવું કે, તમારા શરીરમાં જરૂરી પોષક તત્વોની કમી થઈ રહી છે. જો નખ આડાવળવા શેપથી તૂટે તો તેને ઓનિકોસ્ચિજિયા કહેવાય છે. જ્યાંથી નખ વધે ત્યાંથી જ તૂટતા હોય તો તેને ઓનીકોરહેક્સિસ કહેવાય છે.


ફીકા કલરના નખઃ 
નખનો રંગ આછો થઈ જવો તે વધતી ઉંમરનો સામાન્ય સંકેત છે. અમુક મામલામાં ફીકા નખ કોઈને કોઈ બિમારીનો સંકેત આપે છે. જેમ કે, શરીરમાં લોહીની કમી, કુપોષણ, લિવર અથવા હાર્ટ ફેલિયર. તેવામાં તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.