Long Nails: નખ ઝડપથી થશે લાંબા અને દેખાશે ચમકદાર, અજમાવો આ ઘરેલુ નુસખા
Long Nails: ઘણી યુવતીઓની ફરિયાદ કરે છે કે અનેક પ્રયત્ન કરે, સંભાળ રાખે તેમ છતાં નખ થોડા લાંબા થાય એટલે તુટી જાય છે. જો તમને પણ લાંબા નખનો શોખ હોય પણ તમારા નખ પણ ઝડપથી તૂટી જાય છે. આ સમસ્યાને તમે ઘરબેઠા કોઈપણ જાતના ખર્ચ વિના દુર કરી શકો છો.
Long Nails: છોકરીઓને લાંબા નખ ખૂબ ગમે છે. લાંબા અને સુંદર નખ હાથની સુંદરતા વધારે છે. પરંતુ ઘણી યુવતીઓની ફરિયાદ કરે છે કે અનેક પ્રયત્ન કરે, સંભાળ રાખે તેમ છતાં નખ થોડા લાંબા થાય એટલે તુટી જાય છે. જો તમને પણ લાંબા નખનો શોખ હોય પણ તમારા નખ પણ ઝડપથી તૂટી જાય છે તો આજે તમને એવા જ કેટલાક ઘરેલું ઉપાય જણાવીએ જેની મદદથી તમે નખને લાંબા અને સુંદર બનાવી શકો છો.
આ પણ વાંચો:
ચહેરાની કરચલી, ડાઘ અને ખીલ એક રાતમાં દુર કરશે હળદર અને દહીં, જાણો ઉપયોગ કરવાની રીત
15 દિવસમાં વજન ઘટાડવું છે ? તો રોજ કરો આ નાસ્તો, 1 મહિનામાં તો સ્લીમ થઈ જશો...
યાદ રાખજો... Weight Loss કરતી વખતે આ ભુલો કરશો તો 100 ગ્રામ વજન પણ ઓછું નહીં થાય
નાળિયેર તેલ
નાળિયેર તેલ ત્વચા અને વાળ માટે જેટલું સારું છે એટલું જ સારું નખ માટે પણ છે. નાળિયેર તેલ નખને મજબૂત અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. તેના માટે 4 ચમચી નારિયેળ તેલ ગરમ કરી તેમાં 2 ચમચી મધ ઉમેરો. આ તેલને નખ પર લગાવી 15-20 મિનિટ સુધી રાખો. નિયમિત આ ઉપાય કરશો એટલે નખ સુંદર અને લાંબા થશે.
લીંબુ
લીંબુમાં વિટામિન સી હોય છે. તે નખને ઝડપથી લાંબા કરે છે. તેના માટે રોજ 5 મિનિટ માટે લીંબુનો રસ નખ પર લગાવી માલિશ કરો. ત્યારપછી હુંફાળા પાણીથી નખ ધોઈ લો.
લસણ
લસણની પેસ્ટ નખને લાંબા કરવામાં મદદ કરે છે. તેના માટે લસણની પેસ્ટ બનાવી તેને 10 મિનિટ માટે નખ પર લગાવી મસાજ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)