world’s biggest nudist's cruise : દુનિયાભરમાં ચિત્રવિચિત્ર લોકો જોવા મળે છે. કેટલાક લોકો એવા છે, જેમણે જીવનમાં ચિત્રવિચિત્ર નિયમો બનાવ્યા છે. આ લોકો આવી વિચિત્ર બાબતો સાથે જ જીવે છે. ત્યારે હાલ અમેરિકાનું એક દંપતી ચર્ચામાં આવ્યુઁ છે. આ દંપતી જ્યારે પણ ફરવા નીકળે ત્યારે નગ્ન થઈને નીકળે છે. તેઓએ શપથ લીધા છે કે, તેઓ હંમેશા નગ્ન થઈને જ ફરવા જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે અમેરિકાના એક કપલ વિશે વાત કરીએ. જે "જૂતા નહીં, શર્ટ નહીં, સેવા નહીં" નીતિ બનાવીને જીવન જીવે છે. અમેરિકાના 56 વર્ષીય માઈકલ બ્રાઉન અને તેમની 50 વર્ષીય પત્ની લૌરી બ્રાઉન વર્ષ 2015 થી જ્યારે પણ ટુર પર નીકળે છે, ત્યારે નગ્ન થઈને નીકળે છે. અત્યાર સુધી તેઓ આ રીતે કુલ નવ નગ્ન ક્રૂઝ પર ગયા છે. દંપતીએ કહ્યું કે તેઓ ફરી ક્યારેય કપડા પહેરેલા ક્રુઝ પર જવાનું વિચારતા નથી. 


ચમત્કારિક ઘટના! એક પથ્થરે બચાવ્યો આખા પરિવારનો જીવ, નહિ તો 6 લોકો મોતને ભેટ્યા હોત


20 વર્ષથી પરણેલા આ દંપતીએ અનુભવને "મુક્તિ આપનારો" ગણાવ્યો હતો અને કપડા પહેરીને ફરી ક્યારેય ક્રુઝ પર પગ નહીં મુકવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. હવે તો તેમના 12 અને 14 વર્ષના બે બાળકોનો ઉછેર પણ આ જ રીતે કરે છે. આ દંપતીના વેકેશન પર રિસર્ચ કરી રહ્યા હતા ત્યારે તેઓ નગ્ન ક્રૂઝમાં આવ્યા હતા અને ત્યારથી દર વર્ષે જતા રહ્યા હતા.


ઘણા લોકોએ એક કપલને કોઈ પણ કપડા પહેર્યા વિના સંપૂર્ણ નગ્ન અવસ્થામાં ફરતા જોયા છે. દંપતી કહે છે કે તે કપડા પહેર્યા વગર વર્લ્ડ ટૂર કરવા માંગે છે અને તેમાં તેને કોઈ શરમ નથી, બલ્કે તે ખૂબ જ મજાની વાત છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માઈકલનું કહેવું છે કે તેના લગ્નને 20 વર્ષ થઈ ગયા છે. તે છેલ્લા 9 વર્ષથી તેની પત્ની અને બાળકો સાથે ખૂબ જ રસપ્રદ જીવન જીવી રહ્યો છે. નાનપણમાં જ્યારે હું કપડા વગર ફરતો હતો ત્યારે લોકો મારી મજાક ઉડાવતા હતા, પણ મને ખૂબ જ ખુલ્લું લાગતું હતું. આ પોતાનામાં એક અનોખો અનુભવ છે. ઘણી વાર મનમાં પ્રશ્ન થતો કે આપણે કપડા વગર કેમ નથી ફરતા? હું કોઈપણ વસ્ત્રો પહેર્યા વિના દરિયાની સફર પર જવા માંગતો હતો.


ટીટોડીએ નવી જગ્યાએ ઈંડા મૂક્યા, મકાનની ટોચ પર ઈંડા જોઈને ચોંક્યા ગામ લોકો, થઈ આ આગાહી


આ બાદ તેની સાથે તેની પત્ની જોડાઈ. તેણે પોતાની પત્ની સામે પણ આ ઈચ્છા વ્યક્ત કરી હતી. જેમાં પત્ની લૌરાએ તેને સાથ આપ્યો. બસ, પછી તો બંને નીકળી પડ્યા. તેઓ કહે છે કે, ઓનલાઈન સર્ચ કરતી વખતે અમને એક એવા ક્રુઝ વિશે ખબર પડી કે જેના પર દર વર્ષે કપલ્સ જાય છે જેઓ તેમના મિત્રો, પત્ની કે ગર્લફ્રેન્ડ સાથે કપડા વગર સમય પસાર કરવા માંગતા હતા, પરંતુ અમારી સાથે બાળકો પણ હતા, તેથી અમે ક્રુઝના લોકો સાથે વાત કરી.


આ દંપતીએ આજ સુધી આવી 9 ટુર કરી છે. જેમાં અરુબા, કુરાકાઓ, મેક્સિકો, બહામાસ અને ડોમિનિકન રિપબ્લિકની મુલાકાત લીધી છે. ક્રૂઝ પર તેના જેવા હજારો લોકો હોય છે, જેઓ બીચ પર સૂર્યસ્નાન કરવા માટે ભેગા થાય છે. શહેરમાં ફરે છે અને પછી ખરીદી કરે છે.


મોટાભાગના લોકોની સાથે બાળકો પણ હોય છે. આ વર્ષે તે બેર નેસેસીટીઝ નામની ક્રુઝ કંપનીમાં ફ્લોરિડાથી મેક્સિકો અને હોન્ડુરાસની 7 દિવસની સફર પર છે. અમારી સાથે વધુ બે યુગલો છે, જેઓ યુકેના રહેવાસી છે. તેઓ અમને ક્રુઝ પર મળ્યા હતા અને તેઓ પણ અમારી જેમ જીવન જીવવાનું પસંદ કરે છે. ટ્રીપ પર જઈએ છીએ અને ખૂબ એન્જોય કરી રહ્યા છીએ.


અમદાવાદીઓ માટે મોટી ખબર : AMTS બસો માતેલા સાંઢની જેમ નહિ દોડે, સ્પીડ પર લાગી બ્રેક