National Sons Day 2023:  ભારતીયો માટે સંબંધો અને કુટુંબ ખૂબ જ મહત્વપૂર્ણ છે. માતા અને પુત્રી, પિતા અને પુત્ર વચ્ચેનું બંધન ભારતીય પરિવારોને મજબૂત અને સુખી બનાવે છે. મધર્સ ડે, ફાધર્સ ડે, ડોટર ડે કે ફ્રેન્ડશીપ ડે, આ બધા દિવસો સંબંધોના દિવસો છે. તેવી જ રીતે, દર વર્ષે પુત્ર દિવસની પણ  ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય પુત્ર દિવસ 4 માર્ચે ઉજવવામાં આવે છે. લોકો રાષ્ટ્રીય પુત્ર દિવસને ખુબ ઉત્સાહથી ઉજવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આ પણ વાંચો:
Fear of Corona: કોરોના તો ગયો પણ પાછળ છોડી ગયો તેનો ડર, જુઓ આ વીડિયો
ગલવાનની પિચ પર ભારતીય સૈનાની બેટિંગ, ઝીરો ટેમ્પરેચરમાં ક્રિકેટ રમતા દેખાયા જવાન
સરકારે RBIનું 200 ટન સોનું વિદેશ મોકલ્યું-268 ટન ગીરવે રાખ્યું? જાણો આ દાવાની સચ્ચાઈ


આજે પણ ભારતીય પરિવારોમાં પુત્રને પરિવારનું ભવિષ્ય, પરિવારના વડા અને ઘરની જવાબદારી ઉઠાવવાવાળા સદસ્ય તરીકે જોવામાં આવે છે. પુત્ર તેના માતા-પિતાનો સહારો બને છે, જે વૃદ્ધ માતા-પિતાને સાચવવા સાથે ઘરની જવાબદારી નિભાવતા તમામની જરૂરિયાતો પૂરી કરે છે. આ દિવસે પુત્રોને સ્પેશિયલ ફીલ કરવા તમે તેમને ભેટ આપી શકો છો વિશ કરી શકો છો. તે જ સમયે રાષ્ટ્રીય પુત્ર દિવસની શુભેચ્છાઓ સાથે તેમનો આભાર વ્યક્ત કરી શકો છો. 



રાષ્ટ્રીય પુત્ર દિવસનો ઇતિહાસ
દર વર્ષે 4 માર્ચે પુત્ર દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 2018માં પ્રથમ વખત રાષ્ટ્રીય પુત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિન નિકોએ આ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું. ત્યારથી દર વર્ષે પુત્ર દિનની ઉજવણી કરવામાં આવે છે. 


આ પણ વાંચો:
ઋષિકુમારોના નામે ટીમ, સંસ્કૃતમાં કોમેન્ટ્રી, ચોગ્ગા છગ્ગા પર બોલાશે વૈદિક મંત્રો
Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
રાશિફળ 04 માર્ચ: આ 5 રાશિના જાતકો પર આજે રહેશે શનિદેવની ભરપૂર કૃપા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube