Face Mask: આજથી નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. નવરાત્રી દરમિયાન ગરબા રમવા જવાનું હોય ત્યારે સુંદર દેખાવું દરેક વ્યક્તિને ગમે છે. તેના માટે તહેવારોની સિઝનમાં યુવતીઓ હજારો રૂપિયા ખર્ચ કરીને સ્કીન ટ્રીટમેન્ટ કરાવે છે. સાથે જ મોંઘા સીરમ બ્યુટી પ્રોડક્ટ નો પણ ઉપયોગ કરે છે. પરંતુ તેમ છતાં ઘણી વખત જોઈએ એવો પરિણામ ચહેરા પર જોવા મળતું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Health Tips: આ 5 સમસ્યાઓની દવા છે સરસવનું તેલ અને હળદર, જાણી લો ઉપયોગ કરવાની રીત


જો આ નવરાત્રીમાં તમે એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના સુંદર અને ગ્લોઇંગ ત્વચા મેળવવા માંગો છો તો ઘરની જ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને એક ફેસ માસ્ક તૈયાર કરી લો. ઘરમાં રહેલી ગ્રીન ટી ની મદદથી તમે એક અસરકારક ફેસ માસ્ક બનાવી શકો છો. આ ફેસમાં પોષક તત્વ થી ભરપૂર હોય છે તેને ચહેરા પર લગાડવાથી ફાયદો થાય છે. આ માસ્ક તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. 


આ પણ વાંચો: આ 5 ફૂડ વધારે છે શરીરની એનર્જી, આ વસ્તુઓ ખાશો તો આખી રાત ગરબા રમશો તો પણ થાકશો નહીં


ગ્રીન ફેસ માસ્ક બનાવવાની રીત 


એક ચમચી ગ્રીન ટીનો પાવડર કાઢવો અને તેમાં બે ચમચી દહીં મિક્સ કરી પેસ્ટ બનાવી લો. હવે આ મિશ્રણને ચહેરા અને ગરદન પર લગાડો અને 20 મિનિટ સુધી સુકાવા દો. ત્યાર પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો આ મસ્ત ત્વચાને નમી આપે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે સાથે જ ઉજાગરાના કારણે ત્વચા પર થયેલી અસરને પણ દૂર કરે છે. 


આ પણ વાંચો: Navaratri 2024: આ 5 જગ્યાની નવરાત્રી સૌથી ફેમસ, ગરબા રમવા અને જોવા વિદેશથી લોકો આવે


દહીંને બદલે તમે ગ્રીન ટીમાં બે ચમચી એલોવેરા જેલ મિક્સ કરી શકો છો. એલોવેરા જેલ સાથે આ પેસ્ટ બનાવો તો તેને ચહેરા પર 20 મિનિટ માટે લગાવો ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો. નવરાત્રી દરમિયાન બેસ્ટ રીઝલ્ટ માટે અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ માસ્ક લગાવી લેવું.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)