ગરમીમાં ડોકમાં જામ્યો છે મેલ? તો આ ઉપાય કરવાથી થશે સમસ્યાનું સમાધાન
ગરમીને કારણે ડોક પર મેલનો થર જામી જતો હોય છે. એટલાં માટે લોકો ગરમીમાં દિવસમાં બે થી ત્રણ વાર ન્હાતા હોય છે. જોકે, આ સમસ્યાના નિવારણનો આ રહ્યો ઉપાય.
નવી દિલ્લીઃ ગરમીની ઋતુમાં મોટા ભાગે લોકોની સ્કીન એકદમ ડાર્ક થઈ જતી હોય છે. જો લોકો હાફ સ્લીવ્સના શર્ટ અથવા ટી-શર્ટ પહેરતા હોય તો તેમના અડધા હાથમાં ડાર્કનેસ આવી જતી હોય છે. તેજ રીતે લોકોની ડોકમાં પણ કાળાશ પડી શકે. કાળઝાળ ગરમી, પરસેવા અને પ્રદુષણને કારણે લોકોની ડોકમાં કાળાશ પડી શકે છે. લોકો પોતાના ફેસને ગ્લોઈંગ રાખવા માટે તો તમામ પ્રકારના ફેસવોશનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તેઓ પોતાની ડોકની કાળજી ન રાખી તેને નજર અંદાજ કરી દે છે. ડોકમાં કાળાશ દેખાવાથી લોકોના ચહેરાની સુંદરતા પર અસર પડે છે. આવો જાણીએ ડોકમાંથી જીદી મેલ કેવી રીતે કઢાઈ.
ડોકના મેલને આ રીતે કરો દૂર- 1) દૂધ, હળદર અને બેસન- આ ખાસ પેસ્ટ તૈયાર કરવા માટે એક-એક ચમચી દૂધ અને ચણાનો લોટ લો અને તેમાં ચપટી હળદર મિક્સ કરી લો. આ પેસ્ટને ડોકના ડાર્ક પડેલા વિસ્તાર પર લગાવો અને તે સૂકાય નહીં ત્યાં સુધી રાહ જુઓ. હવે તમારી ડોકને ઘસતી વખતે સ્વચ્છ પાણીથી ધોઈ લો. થોડા દિવસો સુધી આમ કરવાથી તમારી ડોક એકદમ સ્વચ્છ થઈ જશે. 2) લીંબુ અને મધ- એક બાઉલમાં એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધને મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને ડોક પર જામેલા મેલ પર ઘસો. આ ઉપાયથી તમને ડોકના ડાઘથી છુટકારો મળશે અને સ્કીનને કોઈ નુકસાન પણ નહીં થાય. 3) દહી અને પપૈયુ- સૌપ્રથમ કાચા પપૈયાને સારી રીતે પીસી લો, ત્યારબાદ તેમાં દહીં અને ગુલાબજળ મિક્સ કરીને એક સ્મુથ પેસ્ટ બનાવો. ત્યારબાદ પેસ્ટને ડોક પર ઘસો અને તેને સૂકવવા માટે છોડી દો. પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. થોડા દિવસ આમ કરવાથી તમારી ડોક ચમકી ઉઠશે. 4) લીંબુ અને બેસન- એક બાઉલમાં લીંબુનો રસ અને ચણાનો લોટ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને ડોક પર લગાવો અને થોડીવાર સુકાય તેની રાહ જુઓ. ત્યાર પછી ગરદનને સ્વચ્છ પાણીથી સાફ કરો. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. કૃપા કરીને તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)