ઝી બ્યૂરો, અમદાવાદઃ ગરમીની ઋતુમાં સાંજ પડતાં જ મચ્છરોનો આતંક વધી જાય છે. સામાન્ય રીતે મચ્છરથી છુટકારો મેળવવા માટે બજારમાં મળતાં પ્રોડક્સનો ઉપયોગ કરે છે. જો કે, આ પ્રોડક્સમાં ઘણા પ્રકારના કેમિકલ્સ આવે છે, જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. માટે તમે મચ્છરને દૂર રાખવા માટે નેચરલ ઉપાયો અપનાવી શકો છો. અમે તમને જણાવીશું એવા 10 પ્લાન્ટ જેને ઘરમાં રાખવાથી મચ્છરો ઘરમાં નહીં આવે સાથે આ સુંદર પ્લાન્ટ તમારા ઘરની રોનક વધારશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


1. લેમન ગ્રાસ
દરેક ઘરમાં લેમન ગ્રાસનો ઉપયોગ તેની સુગંધના કારણે થતો હોય છે. લેમન ગ્રાસના પ્લાન્ટનો ઉપયોગ મચ્છર ભગાવવાની દવાઓમાં પણ થાય છે. આ પ્લાન્ટની મનમોહક અને તાજગીથી ભરપૂર સુગંધ મૂડ ફ્રેશ કરી દે છે, જો કે આ ખુશ્બુથી મચ્છર દૂર ભાગે છે.


2. ગલગોટા
ગોલગોટાના ફૂલ બાલ્કનીને સુંદર બનાવવાની સાથે સાથે મચ્છર ભગાવવામાં પણ મદદ કરે છે. ગલગોટાની સુગંધથી હવામાં ઉડતા કીડાઓ દૂર ભાગે છે. મચ્છરને ભગાવવા માટે ગલગોટાના ફૂલની જરૂર નથી પડતી, તેના પ્લાન્ટ માત્રથી મચ્છર ઘરમાં નથી આવતા.


3. લેવેન્ડર
મચ્છરને દૂર ભગાવવા માટે મોસ્કિટો રિપેલેન્ટ્સનો ઉપયોગ થાય છે. જેમાં લેવેન્ડર ઓયલ નાખવામાં આવે છે. ત્યારે ઘરને મહેકાવાની સાથે સાથે ઘરને મચ્છરમુક્ત કરવા માટે લેવેન્ડર પ્લાન્ટ લગાવી શકો છો.


4. લસણનો પ્લાન્ટ
કહેવાય છે કે લસણ ખાવાથી લોહીમાં એક અલગ પ્રકારની મહેક આવી જાય છે, જે મચ્છરને બિલકુલ પસંદ નથી. માટે જો લસણ ખાવ છો ત મચ્છ તમારાથી દૂર રહેશે. પણ જો તમને લસણ પસંદ નથી તો તમે લસણનો પ્લાન્ટ ઘરમાં રાખી શકો છો.


5. તુલસી
તુલસીનો છોડ હવાને સાફ રાખવાની સાથે સાથે નાના-નાના કીડા અને મચ્છરને પણ તમારાથી દૂર રાખવામાં મદદ કરે છે. તુલસીના પાનનો ઉપયોગ તમે ચા અને ઉકાળો બનાવવામાં પણ કરી શકો છો.


6. લીંમડાનો છોડ
મચ્છર, માખી અને નાના કીડાઓને દૂર રાખવા માટે લીંમડાના છોડ વાવવો ફાયદાકારક નીવડે છે. જો તમારા ઘરે બાગ-બગીચો છે તો તેમાં જરૂર લીંમડાનું વૃક્ષ વાવો. લીંમડો જો ઘરની આસપાસ હશે તો મચ્છર નહીં આવે.


7. રોઝમેરી
રોઝમેરીના પ્લાન્ટને નેચરલ મોસ્કિટો રિપોલેન્ટ્સ માનવામાં આવે છે. જેના વાદળી ફૂલ દેખાવમાં ખૂબ જ આકર્ષિત હોય છે. આ પ્લાન્ટની ખાસિયત એ છે કે, તે ગરમીમાં સારી રીતે ઉગે છે. આ પ્લાન્ટને પોટમાં લગાવીને ઠંડી અને સૂખી જગ્યા પર રાખવું જોઈએ.


8. સિટ્રોનેલા ગ્રાસ
સિટ્રોનેલા ગ્રાસને પણ મચ્છર ભાગવવામાં કારગત માનવામાં આવે છે. આ પ્લાન્ટ 2 મીટર સુધી વધે છે. આ ગ્રાસમાંથી નીકળતા ઓઈલનો ઉપયોગ મીણબત્તી, પરફ્યૂમ્સ અને ઘણા હર્બલ પ્રોડક્સમાં થાય છે. સિટ્રોનેલામાં એન્ટી ફંગલ તત્વ પણ છે.


9. કેટનિપ
કેટનિપનો ઉપયોગ ઘણા પ્રકારની આયુર્વેદિક ઔષધિ બનાવવામાં થાય છે. મચ્છર ભગાડવામાં તે અસરદારક નીવડે છે. આ પ્લાન્ટ દરેક સિઝનમાં થાય છે. જેના ફૂલ સફેદ અને લેવેન્ડર જેવા હોય છે. મચ્છરોને દૂર રાખવા માટે તેને ખુલી જગ્યા પર રાખવો જોઈએ.


10. હોર્સમિન્ટ
હોર્સમિન્ટ પ્લાન્ટમાં વધારે દેખભાળની જરૂર નથી પડતી. જેની સુગંધ સિટ્રોનેલા જેવી જ હોય છે. આ પ્લાન્ટ ગરમીની ઋતુમાં ઉગે છે. જેનો ઉપયોગ પણ ઘણી દવા બનાવવામાં થાય છે. ઘરમાં આ પ્લાન્ટને રાખવાથી મચ્છર આસપાસ નથી ભટકતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube