Hajmola Wali Chai: ઐતિહાસિક ભારતીય શહેર વારાણસી એક અનોખું પીણું લઈને આવ્યું છે જેણે તાજેતરમાં ઈન્ટરનેટ પર તોફાન મચાવી દીધું છે. આ અનોખા પીણામા 2 મનપસંદ વસ્તુઓ સામેલ છે - ક્લાસિક ભારતીય ચા અને હાજમોલા. આ બે ફ્લેવર્સના કોમ્બીનેશનને જોઈને ઇન્ટરનેટ યુઝર્સને ચકિત કર્યા છે. આ ચાનો વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જેમ આપણે બધા જાણીએ છીએ કે ચા એ ભારતીય સંસ્કૃતિનો અભિન્ન અંગ છે અને તે પીવું એ મોટાભાગના ઘરોમાં રુટીન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું તમે ક્યારેય હજમોલા ચા પીધી છે?
હાલમાં જ વારાણસીના એક ચા વેચનારનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે હજમોલા ચા વેચતો જોવા મળી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર ચામાં હજમોલા મિક્સ કરવાને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે, જ્યારે હજમોલા પસંદ કરનારાઓ માટે આ ખૂબ જ રસપ્રદ છે. ભારતીયો પણ નજીકના "ચાય કી ટપરી" પર ચાનો આનંદ માણવાનું પસંદ કરે છે. ભારતમાં ચાની ઘણી જાતો ઉપલબ્ધ છે, પરંતુ દૂધની ચા અને લેમન ટી સૌથી સામાન્ય છે. આ વીડિયોમાં એક ચા વેચનારને હજમોલા સાથે લેમન ટી બનાવતા જોઈ શકાય છે.



હજમોલા ભેળવીને બનાવેલી ચા
હજમોલા મૂળભૂત રીતે ખાટી કેન્ડી છે જે પાચનમાં મદદ કરવા માટે જાણીતી છે. ચાવાળો ગ્લાસમાં ખાંડ અને પછી આદુ અને ફુદીનાના પાન નાખીને પોતાની ખાસ ચા બનાવવાનું શરૂ કરે છે. પછી તે પહેલાથી તૈયાર ચાના પાણીનુ મિશ્રણ લે છે અને તેમા લીંબુના થોડા ટીપા રેડે છે. આ પછી તે ચામાં પાઉડર હજમોલા મિક્સ કરે છે.. આ તીખી અને મીઠી ચા સ્થાનિક લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ વીડિયોને @shiv_yash_bhkkadofagra નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો છે અને તેને 2 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. તેમની દુકાનનું નામ પપ્પુ ચાયવાલા છે અને તે વારાણસીના અસ્સી ઘાટ પર આવેલી છે.


આ પણ વાંચો:
IMD Rain Alert: આ જગ્યાઓએ જવાનું હોય તો કેન્સલ કરી દેજો, 5 દિવસ ભુક્કા બોલાવશે વરસાદ
27 જૂન રાશિફળ: મેષ રાશિ માટે મંગળવાર છે શુભ, જાણો કઈ રાશિના લોકોએ આજે રહેવું સાવધાન
ઝાડ પાસે ઉગેલો તુલસીનો છોડ અચાનક કરે છે નૃત્ય, આ Video જોઈ તમે પણ દંગ રહી જશો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube