અમેરિકાના લાસ વેગાસ શહેર વિશે ભાગ્યે જ કોઈ નહીં જાણતું હોય. લાસ વેગાસ અમેરિકાના નેવાડા રાજ્યમાં આવેલું શહેર છે. મોરમોન ખેડૂતો સૌપ્રથમ અહીં 1854માં આવીને વસ્યા હતા. સ્પેનિશ ભાષામાં તેને લાસ વેગાસ કહેવાતું હતું જેનો અર્થ ઘાસનું મેદાન થતો હતો. સૂકા વાતાવરણ માટે જાણીતું અને રણથી ઘેરાયેલું શહેર છે. લાસ વેગાસ શોર્ટ નેમ વેગાસથી પણ ઓળખાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાસ વેગાસની વાત કરીએ તો તે તેની ઉમદા નીતિઓ જેમ કે મદ્યપાન, અને જૂગાર છૂટ માટે જાણીતું છે. 1931માં નેવાડામાં જૂગારને કાનૂની માન્યતા મળી હતી. 1941માં લાસ વેગાસમાં કેસિનો સાથેની ઘણી હોટલો પણ બની. ઘણી વખત આ શહેર સિન સિટી  તરીકે પણ ઓળખાય છે કારણ કે મદ્યપાન અને જુગાર એ સાત પાપોમાંના બે પાપ ગણાય છે. જો કે એ અલગ વાત છે કે લોકો અહીં મનોરંજન માટે આવે છે. લાસ વેગાસને દુનિયાની મનોરંજનની રાજધાની પણ કહે છે. 


આ તો વાત થઈ અમેરિકાના લાસ વેગાસની....પણ શું તમને ખબર છે કે આપણા ભારતમાં પણ એક એવું રાજ્ય છે જે મિની લાસ વેગાસ તરીકે ઓળખાય છે. ગુજરાતીઓને તો ખુબ જ ફેવરિટ જગ્યા છે. જો તમે ગોવા વિશે વિચારતા હોવ તો તે બિલકુલ સાચી વાત છે. ભારતમાં કેસીનોની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી અને હવે ગોવા ઓફશોર કેસીનો, ઓશોર કેસીનો અને ફાઈવ સ્ટાર હોટલ્સ માટે પણ જાણીતું છે. 



ફરવા માટે ઢગલો જગ્યા
ગોવા ભલે  ભારતનું સૌથી નાનું રાજ્ય હોય પરંતુ આમ છતાં ત્યાં ફરવા માટે એકથી એક ચડિયાતી જગ્યાઓ છે. પાર્ટી લવર્સને ગોવાના બીચ પર પાર્ટી કરવી ખુબ ગમતી હોય છે. ભારતના આ રાજ્યની નાઈટ લાઈફનો અનુભવ તમારી અંદર જોશ અને ઉત્સાહ  પેદા કરવા લાગશે. ગોવાના આ પ્રકારના માહોલના કારણે અનેક લોકો તેને ભારતનું મિની લાસ વેગાસ પણ કહે છે.  ગોવા જેવી જગ્યા મિત્રો સાથે ઘૂમવા માટે પરફેક્ટ જગ્યા કહી શકાય. ગોવા જવા માટે ઓક્ટોબરથી લઈને માર્ચ સુધીનો સમય સૌથી સારો ગણાય છે. જો તમે ઓફ સીઝનમાં પણ ગોવા એક્સપ્લોર કરશો તો તમને શાંતિની કેટલીક પળો માણવાની તક મળશે. 



કેટલાક જાણીતા સ્થળો
ગોવાની ઉત્તરે આવેલો Morjim Beach ટર્ટલ બીચ તરીકે પણ જાણીતો છે. આ જગ્યા એવા લોકો માટે આદર્શ છે જે પ્રિયજનો સાથે અજીબોગરીબ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઘૂમવાનું પસંદ કરે છે. ભીડભાડથી દૂર એક શાંત દરિયા કિનારો છે. તમને દુર્લભ પ્રજાતિઓ જેમ કે કોયલ, સેન્ડ પ્લોવર,સેન્ડપાઈપર અને કિંગફિશર જોવા મળી શકે છે, પક્ષી દર્શનનો અનુભવ કરી શકો છો. 



મોરઝિમની દક્ષિણમાં ગોવાનો સૌથી લોકપ્રિય અને વ્યસ્ત બીચ છે બાગા બીચ. પાર્ટીઓ. સ્વાદિષ્ટ ભોજન અને શાનદાર નાઈટલાઈફ માટે જાણીતી છે આ જગ્યા. આ ઉપરાંત Candolim Beach, Sinquerim Beach, Arossim Beach, Majorda Beach પણ શાનદાર સ્થળો છે. ગોવા એ દરેક પાર્ટી એનિમલ માટે સ્વપ્ન સમાન જગ્યા છે. દેશના શ્રેષ્ઠ બીચોથી લઈને શાનદાર નાઈટ ક્લબો સુધી...બધુ ગોવામાં છે. ગોવા નવા વર્ષની ઉજવણી માટે પણ લોકોને મનગમતી જગ્યા છે. 



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube