Winter Skin Care Routine: ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને આ સમયે શુષ્ક હવાઓ ત્વચા પર ખરાબ અસર કરવા લાગે છે. શિયાળામાં ત્વચા ડ્રાય અને વેચાણ દેખાય છે. તેથી જ આ ઋતુ દરમિયાન ત્વચાની ખાસ સંભાળ લેવી જરૂરી છે. શિયાળામાં ડ્રાય સ્કીનની સંભાળ માટે લોકો અલગ અલગ પ્રકારના મોઈશ્ચુરાઈઝર, લોશન અને ક્રીમનો ઉપયોગ કરે છે. પરંતુ જો તમે ઈચ્છો તો રાત્રે સુતા પહેલા કેટલીક નેચરલ વસ્તુઓ ચહેરા પર અપ્લાય કરીને ત્વચાને કોમળ અને સુંદર બનાવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Gravy Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવવાની સાચી રીત નોંધી લો


રાત્રે સુતા પહેલા ચહેરા પર લગાડો આ વસ્તુઓ 


નાળિયેર તેલ 


જો તમારી સ્કિન વધારે ડ્રાય હોય તો તમે ચહેરા પર નાળિયેર તેલ લગાડી શકો છો. તેનાથી ત્વચાને મોઈશ્ચર મળશે અને ત્વચા હાઇડ્રેટ રહેશે. સુતા પહેલા નાળિયેર તેલમાં થોડા ટીપા ચહેરા પર અપ્લાય કરી હળવા હાથે મસાજ કરો. રોજ આ કામ કરશો તો તમારી ઈચ્છા ત્વચા ચમકદાર દેખાવા લાગશે. 


આ પણ વાંચો: Ghee: શિયાળામાં ત્વચા પર આ રીતે લગાડો ઘી, સ્કિન પર લોશન લગાડવાની જરૂર નહીં પડે


એલોવેરા જેલ 


એલોવેરા જેલ દરેક પ્રકારની સ્કીન ટાઈપ પર અપ્લાય કરી શકાય છે. એલોવેરા જેલ એન્ટી ઓક્સીડન્ટ અને મોઈશ્ચુરાઇઝિંગ ગુણ ધરાવે છે. તે ત્વચાને અંદરથી પોષણ આપે છે અને ડાઘ તેમજ ખીલથી છુટકારો આપે છે. રાત્રે સુતા પહેલા ચહેરા પર એલોવેરા જેલ પણ લગાડી શકાય છે. 


આ પણ વાંચો: બસ 1 મહિનો આ સફેદ વસ્તુઓ નહીં ખાવ તો કંઈ પણ કર્યા વિના ઝડપથી ઘટવા લાગશે વજન


બદામનું તેલ 


બદામનું તેલ પણ ડ્રાય સ્કીન માટે ફાયદાકારક છે. વિટામીન ઈથી ભરપૂર બદામનું તેલ ત્વચાને મોઈશ્ચુરાઇઝ કરવામાં મદદ કરે છે. તેનાથી ત્વચાની રંગત પણ સુધરે છે. રાત્રે સુતા પહેલા બદામ તેલના થોડા ટીપા હથેળી પર લઈ ચહેરા પર સારી રીતે અપ્લાય કરો અને પાંચ મિનિટમાં સાચ કરો. 


આ પણ વાંચો: Masoor Dal: મસૂર દાળથી 10 મિનિટમાં ચહેરો ચમકી જશે, ટ્રાય કરવા જેવા છે આ 3 ફેસ માસ્ક


મધ 


મધમાં મોઈશ્ચુરાઇઝીંગ ગુણ હોય છે. તે ત્વચાને પોષણ અને મોઈશ્ચર આપે છે. મધ ત્વચાને સાફ કરે છે અને હેલ્ધી રાખે છે. રોજ તેનો ઉપયોગ કરવાથી ત્વચા મુલાયમ બને છે. રાત્રે મધને ચહેરા પર લગાવી સુઈ જવું સવારે હુંફાળા પાણીથી ચહેરો ધોવો. આ રૂટીન ફોલો કરશો તો તમારી ત્વચા ડ્રોઈંગ દેખાવા લાગશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)