નીતા અંબાણીના પર્સની કિંમતમાં ખરીદી શકો છો આલીશાન બંગલો... નાનકડા પર્સની કિંમતની કલ્પના પણ ન કરી શકો
Nita Ambani Expensive Purse: નીતા અંબાણીએ આ ઈવેન્ટમાં ફલોરલ વાઈટ પેન્ટ અને પ્રખ્યાત ડિઝાઇનર અનામિકા ખન્નાનું જેકેટ પહેર્યું હતું. નીતા અંબાણીએ પોતાના લોકોને મીનિમલ મેકઅપ સાથે પૂરો કર્યો હતો. જોકે આ ઇવેન્ટમાં લોકોનું ધ્યાન તેના હાથમાં રહેલા પર્સ પર પડ્યું. આ પર્સ દેખાવમાં એકદમ સુંદર અને નાનકડું છે પરંતુ તેની કિંમત એટલી છે કે તમે તમારા શહેરમાં આલિશાન બંગલો ખરીદી શકો.
Nita Ambani Expensive Purse: નીતા અંબાણી જ્યાં પણ જાય છે ત્યાં આકર્ષણનું કેન્દ્ર બને છે. તેની સ્ટાઈલ અને ફેશન હંમેશા આકર્ષણનું કેન્દ્ર હોય છે. તે પોતાની ફેશન આઉટિંગથી લોકોને આશ્ચર્યચકિત કરે છે. કોઈપણ ઇવેન્ટ હોય તે સૌથી અલગ તરી આવે છે. તેના કપડા હોય, ફુટવેર હોય કે પછી પર્સ બધું જ સૌથી અલગ અને સૌથી ખાસ હોય છે. ખાસ કરીને જ્યારથી નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર લોન્ચ થયું છે ત્યારથી નીતા અંબાણીનો લુક મીડિયામાં હંમેશા છવાયેલો રહે છે. આ કલ્ચરલ સેન્ટરમાં એક કોફી ટેબલ બુક લોન્ચ થઈ હતી. આ ઇવેન્ટ માટે નીતા અંબાણી પણ અહીં પહોંચ્યા હતા.
આ પણ વાંચો:
Lifestyle: આ દેશમાં સ્થાયી થશો તો સરકાર તમને આપશે 71 લાખ, બસ આ એક શરત કરો પુરી
આનાથી સસ્તી ડીલ નહીં મળે... માત્ર 30,000 માં ફરી આવો વિદેશ, ફટાફટ જાણો વિગતો
દેશના આ મંદિર છે વિદેશી પર્યટન સ્થળ કરતાં પણ વધારે સુંદર, એકવાર તો જવું જ જોઈએ...
નીતા અંબાણીએ આ ઈવેન્ટમાં ફલોરલ વાઈટ પેન્ટ અને પ્રખ્યાત ડિઝાઇનર અનામિકા ખન્નાનું જેકેટ પહેર્યું હતું. નીતા અંબાણીએ પોતાના લોકોને મીનિમલ મેકઅપ સાથે પૂરો કર્યો હતો. જોકે આ ઇવેન્ટમાં લોકોનું ધ્યાન તેના હાથમાં રહેલા પર્સ પર પડ્યું. આ પર્સ દેખાવમાં એકદમ સુંદર અને નાનકડું છે પરંતુ તેની કિંમત એટલી છે કે તમે તમારા શહેરમાં આલિશાન બંગલો ખરીદી શકો.
નીતા અંબાણીનો 3.2 કરોડનું પર્સ
નીતા અંબાણીએ પોતાના લુકને કમ્પ્લીટ કરતું વાઈટ મેટ એલિગેટર હેન્ડબેગ સાથે રાખ્યું હતું. આ હેન્ડબેલ Hermes Birkin બ્રાન્ડનું હતું. તેની ડિઝાઇન ખૂબ જ ખાસ છે. આ પર એક ઇમારતની આકૃતિ છે અને તેમાં ઓરેન્જ કલરની હેંગિંગ વિન્ડો પર્સના હેન્ડલ પર દેખાય છે. પર્સના બહારના ભાગને અલગ અલગ લેટર્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પર્સની કિંમત 3.2 કરોડ ભારતીય રૂપિયા છે.
શા માટે છે આ પર્સ છે મોંઘું ?
આ બ્રાંડની બેગ ખરીદવી ખૂબ જ મુશ્કેલ હોય છે. તેનું કારણ તેની કિંમત જ નહીં પરંતુ આ બ્રાન્ડ ખૂબ સિલેક્ટિવ લોકો માટે જ બેગ ડિઝાઇન કરે છે. એક બેગ તૈયાર કરવા માટે ઓર્ડર મળે ત્યારબાદ તેનો વેઈટિંગ પીરિયડ 1 વર્ષ સુધીનો હોય છે. જણાવી દઈએ કે નીતા અંબાણીને હેલ્ડ બેગ્સનો શોખ છે અને તેના કલેકશનમાં દુનિયાની મોંઘી મોંઘી બ્રાંડની બેગ્સ છે.