Cleaning Hacks: ખાવા માટે જ નહીં બટેટા ઘરની સફાઈમાં પણ છે ઉપયોગી, આ 3 વસ્તુ તો થઈ જાય છે નવા જેવી
Cleaning Hacks: શું તમે જાણો છો કે ખાવા ઉપરાંત બટેટાના ઉપયોગથી તમે ઘરની કેટલીક વસ્તુઓને ચમકાવી શકો છો ? નથી જાણતા તો આજે તમને જણાવીએ કે બટેટાનો ઉપયોગ કરીને તમે કઈ વસ્તુઓને ચમકાવી શકો છો.
Cleaning Hacks: બટેટાનું નામ આવતા જ મોઢામાં પાણી આવી જાય છે કારણ કે તેના ઉપયોગથી ઘણી બધી સ્વાદિષ્ટ વાનગી બને છે. બટેટાને આ જ કારણથી શાકભાજીના રાજા કહેવાય છે. કારણ કે તેનો ઉપયોગ તમે કોઈપણ શાક સાથે કરી શકો છો. રસોઈમાં અલગ અલગ રીતે બટેટાનો ઉપયોગ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે ખાવા ઉપરાંત બટેટાના ઉપયોગથી તમે ઘરની કેટલીક વસ્તુઓને ચમકાવી શકો છો ? નથી જાણતા તો આજે તમને જણાવીએ કે બટેટાનો ઉપયોગ કરીને તમે કઈ વસ્તુઓને ચમકાવી શકો છો.
આ પણ વાંચો:
દેશના આ મંદિર છે વિદેશી પર્યટન સ્થળ કરતાં પણ વધારે સુંદર, એકવાર તો જવું જ જોઈએ...
Hair Care: વાળમાં મહેંદી લગાડતી વખતે આ 2 વાતનું નહીં રાખો ધ્યાન તો વાળને થશે નુકશાન
ઠંડી લાગતી આ 5 વસ્તુ ફાયદા કરતાં વધારે કરે છે નુકસાન, વધારે છે શરીરમાં ગરમી
ચાંદીના ઘરેણા
ચાંદીની જ્વેલરી થોડા દિવસ માટે પણ તમે કબાટમાં મૂકી રાખો તો તે કાળી પડવા લાગે છે. પછી જ્યારે પહેરવાનો સમય આવે ત્યારે તેનો ઉપયોગ કરી શકાતો નથી. જો તમારી સાથે પણ આવું થતું હોય તો ચાંદીની જ્વેલરીને તમે ઘરે જ સાફ કરી શકો છો. તેના માટે એક વાસણમાં પાણી ભરી તેમાં બટેટાને ખમણી અને ઉકાળો ત્યાર પછી આ પાણીમાં ચાંદીના ઘરેણા મૂકી એક કલાક સુધી રાખો. ત્યાર પછી તમે બ્રશથી સાફ કરશો તો ચાંદીના દાગીના નવા જેવા ચમકી જશે.
ચાકુ
દરેક ઘરના રસોડામાં એક કરતાં વધારે ચાકુ હોય છે. કેટલીક ચાકુનો ઉપયોગ નિયમિત થતો હોય છે જ્યારે કેટલીકને રાખી મૂકવામાં આવે છે. જે ચાકુનો ઉપયોગ વધારે થતો ન હોય તેમાં કાટ લાગી જતો હોય છે. આવી ચાકુને સાફ કરવા માટે પણ બટેટા ઉપયોગી છે. તેના માટે ચાકુ ઉપર બેકિંગ પાવડર અને ડીશ વોશર લિક્વિડ લગાડો. ત્યારબાદ અડધું બટેટુ કાપી તેના વડે ચાકુને સાફ કરો. ચાકુ નવા જેવી ચમકી જશે.
ચશ્મા
સાંભળીને નવાઈ લાગશે પરંતુ ચશ્માને પણ બટેટાથી સાફ કરી શકાય છે. જે લોકો નિયમિત ચશ્મા પહેરતા હોય છે તેમાં કાચની અંદરની તરફ ગંદકી જામી જતી હોય છે. વળી કાચ થોડા સમયમાં ઝાંખા પણ દેખાવા લાગે છે. તેવામાં બટેટાના ટુકડા થી ચશ્મા ને સાફ કરવાથી કાચ એકદમ ચમકી જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)