શું તમને ખબર છે નવલખા હાર કોને કહેવાય છે? અને તે આજના સમયમાં બનાવો તો કેટલા રૂપિયા જોઈએ?
શરાબી ફિલ્મનું એક ગીત છે, જે ઘણું જાણીતું બન્યું હતું. ફિલ્મને 37 વર્ષ કરતાં વધારે થઈ ગયો છે. પરંતુ હજુ પણ આ ગીત લોકો મનમાં ગણગણતા હોય છે અને આ ગીત છે મુઝે નૌલખા મંગવા દે રે. ગીત તો ઘણું હીટ થયું. લોકોનું તેનાથી ઘણું એન્ટરટેઈનમેન્ટ પણ થયું. પરંતુ આ ગીત સાથે જોડાયેલ એક સવાલ હજુ પણ લોકોને પરેશાન કરે છે. અને તે છે નવલખા હાર.
ઝી બ્યૂરો, અમદાવાદઃ આમ તો નામથી ખબર પડી જાય કે તે તેનો અર્થ છે. એટલે તે હાર જે 9 લાખ રૂપિયાનો હોય. પરંતુ તમે વિચારી રહ્યા હશો કે માત્ર 9 લાખ રૂપિયાના હારને આટલો કિંમતી કેમ માનવામાં આવે છે. વર્ષ 1984માં એક ફિલ્મ આવી હતી શરાબી. શરાબી ફિલ્મનું એક ગીત છે, જે ઘણું જાણીતું બન્યું હતું. ફિલ્મને 37 વર્ષ કરતાં વધારે થઈ ગયો છે. પરંતુ હજુ પણ આ ગીત લોકો મનમાં ગણગણતા હોય છે અને આ ગીત છે મુઝે નૌલખા મંગવા દે રે. ગીત તો ઘણું હીટ થયું. લોકોનું તેનાથી ઘણું એન્ટરટેઈનમેન્ટ પણ થયું. પરંતુ આ ગીત સાથે જોડાયેલ એક સવાલ હજુ પણ લોકોને પરેશાન કરે છે. અને તે છે નવલખા હાર.
Job બદલવા પર Gratuity પણ થઈ શકે છે Transfer? જાણો પગારદાર કર્મચારીઓ માટે સારા સમાચાર
નવલખા હાર શબ્દ તમે અનેક વાર સાંભળ્યો હશે. પરંતુ શું તમે જાણો છે કે આખરે આ નવલખા હારમાં શું ખાસ વાત છે. જ્યારે પણ આભૂષણોની વાત હોય છે તો નવલખા હારનો ઉલ્લેખ ચોક્કસ થાય છે. એવામાં અમે તમને આ હાર વિશે જણાવી રહ્યા છીએ કે આખરે આ હારમાં એવું શું ખાસ છે. જેના કારણે તેની ચર્ચા સૌથી વધારે થાય છે. સાથે જ જાણીશું કે જો તમે નવલખા હાર બનાવવા ઈચ્છો છો તો તમારે કેટલાં લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે.
શું હોય છે નવલખા હાર?
આમ તો નામથી ખ્યાલ આવી જાય છે કે તેનો અર્થ શું છે. એટલે તે હાર, જે 9 લાખ રૂપિયાનો હોય. પરંતુ તમે વિચારી રહ્યા હશો કે માત્ર 9 લાખ રૂપિયાના હારને આટલો કિંમતી કેમ માનવામાં આવે છે. જોકે આજના હિસાબથી જોઈએ તો ભલે 9 લાખ રૂપિયાનો હાર વધારે કિંમતી ન હોય. પરંતુ જે સમયે નવલખા શબ્દ આવ્યો હતો. તે સમયે આ કિંમત ઘણી વધારે હતી. તે સમયે માત્ર શોખીન રાજા-મહારાજા લોકો જ તેને બનાવતા હતા.
ક્યારે આવ્યું નવલખા હારનું નામ:
નવલખા હાર વિશે અનેક પ્રકારની કહાનીઓ છે. નવલખા હારનો એક કિસ્સો ગુજરાત સાથે જોડાયેલો છે. કહેવામાં આવે છે કે ગાયકવાડ રોયલ ફેમિલીએ વર્ષ 1839માં મહેસાણામાં બહુચરાજી મંદિરમાં દેવીને એક હાર ચઢાવ્યો હતો. અને તે સમયે આ હારની કિંમત નવ લાખ રૂપિયા હતા. આ કારણે આ હારની કેટેગરીનું નામ નવલખા હાર રાખવામાં આવ્યું. એવું પણ કહેવામાં આવે છે કે ભારતમાં સૌથી શાનદાર ઝવેરાતનો સંગ્રહ હૈદરાબાદના નિઝામ પાસે હતો અને તેના પછી બીજો નંબર વડોદરાના ગાયકવાડને આપવામાં આવતો હતો.
આ સિવાય દરભંગાના રાજાનું નામ પણ તેમાં સામેલ છે. અને કહેવામાં આવે છે કે તેમની પાસે પણ એક નવલખા હાર હતો. જે દુનિયાના ખાસ હીરામાંથી બનાવાયો હતો. એવામાં આ નવલખા હારને લઈને અનેક કહાનીઓ છે. પરંતુ આ કહાનીઓમાંથી સ્પષ્ટ થાય છે કે પહેલાના રાજા મહારાજાઓની પાસે હીરા, પન્ના જડિત જે હાર હતા. તેની કિંમત 9 લાખ રૂપિયા હતી. તેના કારણે તેને નવલખા હાર કહેવામાં આવતો હતો.
નવલખા હારમાં શું ખાસ હોય છે:
નવલખા હાર પોતાના હીરા-મોતીઓના કારણે ઓળખવામાં આવતો રહ્યો છે. કહેવામાં આવે છે કે ઘણા કિંમતી હીરા વગેરે તેમાં જોડાયેલા હોય છે. અને તે 9 લાખ રૂપિયા તે જમાનાના હિસાબે ઘણા વધારે હતા. તે માત્ર સોનાના કારણે જ નહીં પરંતુ તેમાં લાગેલા રત્નોના કારણે કિંમતી રહેતો હતો.
અત્યારે કેટલી કિંમત હશે:
અત્યારના હિસાબની દ્રષ્ટિએ જોઈએ તો આ હારની કિંમતનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. કેમ કે દરેક હારમાં અલગ પ્રકારના રત્ન લાગેલા હોય છે. પરંતુ એક અંદાજ ગુજરાતના બહુચરાજી મંદિરથી લગાવી શકાય છે. જ્યાં દર વર્ષે વિજયાદશમીના દિવસે નવલખા હાર માતાજીને ચઢાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ હાર ઘણો જૂનો છે. જેને વિજયાદશમીના દિવસે અર્પણ કરવામાં આવે છે. આ હાર લગભગ દોઢસો વર્ષ જૂનો છે. તે સમયે તેની કિંમત 9 લાખ રૂપિયા હતી. ત્યારે અત્યારે તેની કિંમત ગણવામાં આવે તો તે લગભગ 300 કરોડ રૂપિયાની આજુબાજુ પહોંચી જાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube