Office ની Party માં જતા પહેલાં આ વાતનું રાખો ખાસ ધ્યાન, નહીં તો પાર્ટીમાં કોઈ નહીં પૂછે તમારો ભાવ
ઓફિસ પાર્ટીઓ ઘણીવાર ખૂબ જ માણવા લાયક હોય છે. પાર્ટીમાં કર્મચારીઓ માટે વિવિધ વ્યવસ્થા કરવામાં આવે છે. કર્મચારીઓ માટે ઓફિસ પાર્ટીઓ કારકિર્દી વૃદ્ધિની દ્રષ્ટિએ ખૂબ સારી માનવામાં આવે છે. પરંતુ જો આ પાર્ટીઓમાં તમારું વર્તન યોગ્ય ન હોય તો તે તમારી કારકિર્દીને બરબાદ કરી શકે છે.
નવી દિલ્લીઃ કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓને અનેકવાર કંપનીની સક્સેસ પાર્ટી અથવા ફેરવેલ પાર્ટીમાં જવાનું થતું હોય છે. ઘણા લોકો ઓફિસની પાર્ટીમાં કરીયરને ધ્યાને રાખી જતા હોય છે. જ્યારે ઘણા લોકો માત્ર રિલેક્સ થવા પાર્ટીમાં જાય છે. પરંતુ ઘણીવાર એવું પણ બનતું હોય છે કે લોકો પોતાના ખરાબ વર્તનને કારણે પોતાની કરીયર બર્બાદ કરતા હોય છે. જો તમે કોર્પોરેટ ઓફિસની કોઈ પાર્ટીમાં જતા હોવ તો તમારે થોડા બેઝિક મેનર્સ અને ગાઈડલાઈન્સને ફોલો કરવા જોઈએ. આવો જાણીએ ઓફિસમાં જતા સમયે કંઈ કંઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે ઈચ્છો છો કે તમે બોસ અને સિનિયર્સની સામે કોઈ ખોટું કામ ન કરો અને તમારી મર્યાદામાં રહો, તો આ ટિપ્સ તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.
1) મર્યાદા કરતાં વધુ પીશો નહીં - ઓફિસની પાર્ટીમાં કોઈ તમારો બોગસ ડાન્સ જોવા માંગતું નથી. તેથી પાર્ટીમાં મર્યાદા કરતા વધુ દારૂ પીને લોકોને તમારી વાસ્તવિકતા બતાવવાની ભૂલ ન કરવી જોઈએ. કારણ કે બીજા દિવસે નશો કર્યા પછી તમારે ઘણી શરમનો સામનો કરવો પડી શકે છે. તેથી જો તમે મર્યાદામાં દારૂ પીવો અને શાંત સ્થિતિમાં રહો તો તે વધુ સારું રહેશે. 2) ઑફિસની વાત ન કરો- ધારો કે તમે ઑફિસની પાર્ટીમાં ગયા છો, પરંતુ ઑફિસ વિશે વાત કરીને કે તેમની સમસ્યાઓ કહીને લોકોને બોર કરવાની જરૂર નથી. આવી સ્થિતિમાં તમારે ઓફિસની સમસ્યાઓને ઓફિસમાં જ છોડીને આવવું જોઈએ. 3) સોબર કપડાં પહેરો- અમે જાણીએ છીએ કે તમારી પાસે શાનદાર શરીર છે પરંતુ કોર્પોરેટ ઈવેન્ટ્સમાં તેને બતાવવાની જરૂર નથી. આવી સ્થિતિમાં, તમારે ઓફિસની પાર્ટીમાં સોબર કપડા પહેરીને જવું જોઈએ. એવા કપડા ન પહેરવા જોઈએ જેનાથી તમને અસ્વસ્થતા અનુભવાય. 4) ગપસપ- ઓફિસની પાર્ટીમાં એવી કોઈ વાત ન બોલો જેનાથી તમને ભવિષ્યમાં પરેશાની થાય. બોલતી વખતે તમારા શબ્દોનું ધ્યાન રાખો. તમને કદાચ વસ્તુઓ યાદ ન હોય, પરંતુ લોકો ન તો વસ્તુઓ ભૂલે છે અને ન તો મજા કરવાનું ચૂકે છે. 5) પાર્ટીમાં બિનઆમંત્રિત મહેમાનોને લાવવાનું ટાળો- તમને ઓફિસ પાર્ટીમાં આમંત્રિત કરવામાં આવ્યા છે, તેનો અર્થ એ નથી કે તમારે તમારા સગા વહાલાઓને પણ તમારી સાથે લાવો. જો તમે કોઈને પાર્ટીમાં લાવવા માગતા હોવ તો તમારે પહેલા પરવાનગી લેવી જરૂરી છે. 6) બીજા માટે પણ થોડું ભોજન છોડી દો- જો તમે ઓફિસ પાર્ટીમાં જઈ રહ્યા છો તો જમતી વખતે તૂટી પડવાની ભૂલ ન કરતા. તમારી પ્લેટમાં જે પણ ખોરાક રાખ્યો હોય તેને ધીમે-ધીમે ખાઓ. ભોજન કરતી વખતે, લોકો સાથે સમયાંતરે વાત કરવાનું ચાલુ રાખો. ઑફિસની પાર્ટીમાં જતાં પહેલાં કંઈક એવું ખાઓ જેથી કરીને તમે પાર્ટીમાં ઓવર ઈટિંગથી બચી શકો.