Monsoon Skin Care: વરસાદી વાતાવરણમાં સ્કિન થઈ ગઈ છે ઓઈલી ? તો ટ્રાય કરો આ 4 માંથી કોઈ એક નુસખો
Monsoon Skin Care Tips: ચોમાસા દરમિયાન તમારી સ્કીન પણ જો સતત ચીપચીપી રહેતી હોય અને તમારે તેનાથી મુક્તિ મેળવવી હોય તો આજે તમને 4 એવી વસ્તુ વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી ઓઇલી સ્કિનની સમસ્યા પણ દૂર થશે અને ખીલ પણ મટી જશે.
Monsoon Skin Care Tips: વરસાદના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે અને તેની અસર સ્કીન પર પણ થાય છે. આ ઋતુમાં ઓઇલી સ્કિનની સમસ્યા વધી જતી હોય છે. જે લોકોની સ્કિન પહેલાથી જ ઓઇલી હોય તેમના માટે તો આ સીઝન સમસ્યાનું કારણ બની જાય છે. ઓઈલી સ્કીનના કારણે ઘણી વખત ત્વચા પર ખીલ દેખાવા લાગે છે. ચોમાસા દરમિયાન તમારી સ્કીન પણ જો સતત ચીપચીપી રહેતી હોય અને તમારે તેનાથી મુક્તિ મેળવવી હોય તો આજે તમને 4 એવી વસ્તુ વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી ઓઇલી સ્કિનની સમસ્યા પણ દૂર થશે અને ખીલ પણ મટી જશે.
આ પણ વાંચો: Coconut Water: વજન ઝડપથી ઘટાડવું હોય તો આ રીતે પીવું નાળિયેર પાણી, તુરંત દેખાશે અસર
કડવો લીમડો
કડવો લીમડો એન્ટી બેકટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ ધરાવે છે. ચોમાસા દરમિયાન તેનો ઉપયોગ કરવાથી ખીલની સમસ્યા પણ કંટ્રોલમાં રહે છે. ખીલથી મુક્તિ મેળવવા માટે કડવા લીમડાના પાનને બરાબર સાફ કરીને તેની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ માટે લગાવો. ત્યાર પછી ચહેરાને પાણીથી ધોઈ લો.
આ પણ વાંચો: Hair Mask: વાળને રાખવા હોય રેશમ જેવા મુલાયમ તો ટ્રાય કરો આ 2 માંથી કોઈ 1 હેર માસ્ક
એલોવેરા જેલ
સ્કિન સંબંધિત સમસ્યાને દૂર કરવા માટે એલોવેરા જેલ પણ ઉપયોગી છે. ખાસ કરીને ખીલને દૂર કરવા હોય તો તેનાથી સૌથી વધુ ફાયદો થાય છે. તેના માટે એલોવેરા જેલના ચહેરા પર લગાડો અને 20 મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો.
ચણાનો લોટ અને દહીં
ચણાનો લોટ અને દહીં વર્ષોથી સ્કીન કેરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો ઉપયોગ કરવા માટે એક ચમચી ચણાના લોટમાં એક ચમચી દહીં મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર 15 મિનિટ માટે લગાડો. ત્યાર પછી ચહેરાને પાણીથી ધોઈ લો.
આ પણ વાંચો: વજન ઘટાડવાનો આનાથી સરળ રસ્તો બીજો કોઈ નથી, ડાયટ કે એક્સરસાઈઝ વિના ફટાફટ ઘટે છે વજન
હળદર અને ચંદન
હળદર અને ચંદન ખીલને દૂર કરે છે અને ત્વચાને ઠંડક પણ પહોંચાડે છે. તેના માટે બે ચમચી ચંદન પાવડરમાં એક ચપટી હળદર અને થોડું ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાડો અને 15 મિનિટ સુધી રહેવા દો. ત્યાર પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)